✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM મોદીના માનીતા અમિતાભ બચ્ચન હવે કોંગ્રેસ સાથે વધારી રહ્યા છે નીકટતા, આ રહ્યા પુરાવા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Feb 2018 09:13 AM (IST)
1

2004માં એક ઇન્ટરવ્યુમાં અમિતાભે ગાંધી પરિવાર સાથે સંબંધ પર કહ્યું હતું કે, તે રાજા છે અમે રંક છીએ. સંબંધ રાખવો કે નહીં તે તેમણે નક્કી કરવાનું છે.

2

અમિતાભના પત્ની જયા બચ્ચન હાલ સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભા સાંસદ છે. એપ્રિલમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. 2007માં એક ઇન્ટરવ્યુમાં જયા બચ્ચને કહ્યું કે તેમણે કોંગ્રેસનો નહીં પણ કોંગ્રેસે અમારો સાથ છોડી દીધો.

3

અમિતાભ જ્યારે સંસદ બન્યા ત્યારે રાજીવ ગાંધી પીએમ હતા. રાજીવ અને અમિતાભ બંને ખાસ મિત્રો હતા. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 1984માં અમિતાભે તે સમયના દિગ્ગજ નેતા હેમવતી નંદન બહુગુણાને 2 લાખથી વધુ વોટથી હાર આપી હતી. આ દરમિયાન દેશમાં બોફોર્સનું ભૂત ધૂણ્યું અને રાજકારણમાં ગરમાવો આવી. જે બાદ રાજકારણમાં ખુદને અનફિટ ગણાવી બચ્ચને 1987માં રાજીનામું આપી દીધું હતું.

4

5

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનના કોંગ્રેસ પરિવાર સાથે નજીકના સંબંધ રહ્યા છે. અમિતાભ 1984માં અલાહાબાદ સીટ પરથી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. અમિતાભના ઘરે જ સોનિયા અને રાજીવ ગાંધીના લગ્ન થયા હતા. લગ્ન સમયે આશરે 45 દિવસ સુધી સોનિયા ગાંધી બિગ બીના ઘરે રોકાયા હતા.

6

નવી દિલ્હીઃ બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને પીએમ નરેન્દ્ર મોદીની દોસ્તી વિશે બધા જ જાણે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી જ બંને એકબીજાના ઘણા નજીક છે અને તે સમયે બચ્ચને ગુજરાત પ્રવાસન વિભાગની ખુશ્બુ ગુજરાત કી એડમાં પણ કામ કર્યું હતું. પકંતુ હાલ સોશિયલ મીડિયા પર અમિતાભ કોંગ્રેસની નજીક આવી રહ્યા છે. બિગ બીનું ટ્વિટર એકાઉન્ટ આ વાતની પુષ્ટિ કરે છે.

7

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંક ચતુર્વેદીએ પણ બિગ બી સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે, મારા માટે ખાસ દિવસ છે. મને ફોલો કરવા માટે સીનિયર બચ્ચન તમારો આભાર.કોંગ્રેસના આ નેતાઓ ઉપરાંત ટ્વિટર પર જેને ફોલો કરી રહ્યા છે તેમાં રાહુલ ગાંધીથી લઇ અશોક ગેહલોત અને કપિલ સિબ્બલ જેવા નેતા છે. તેથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે અમિતાભ બચ્ચન ફરી એકવખત કોંગ્રેસની નજીક જઈ રહ્યા છે.

8

જે બાદ અમિતાભે કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીથી લઈ પ્રિયંકા ચતુર્વેદીને પણ ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કર્યું છે. તિવારીએ ટ્વિટર પર લખ્યું, મને ટ્વિટર પર ફોલો કરવા માટે અમિતાભજી તમારો આભાર. આપે મને ફોલો કર્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. બચ્ચનજીની ફિલ્મો જ્યારે રિલીઝ થતી હતી ત્યારે અમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોતા હતા.

9

અમિતાભ બચ્ચન ટ્વિટર પર રાહુલ ગાંધીથી લઈ કોંગ્રેસના ઓફિશિયલ હેન્ડલ અને તેના પ્રવક્તાઓને ફોલો કરે છે. ચાલુ વર્ષે 9 ફેબ્રુઆરીએ બચ્ચને કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટને ફોલો કર્યું. જે બાદ કોંગ્રેસે તેનો આભાર માન્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • PM મોદીના માનીતા અમિતાભ બચ્ચન હવે કોંગ્રેસ સાથે વધારી રહ્યા છે નીકટતા, આ રહ્યા પુરાવા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.