મહારાષ્ટ્ર: મલ્ટીપ્લેક્સમાં 1 ઓગષ્ટથી બહારનું બનાવેલું ખાવાનું લઈ જઈ શકશો
મલ્ટીપ્લેક્સમાં ખાવા-પીવાની ચીજ વસ્તુઓ પર ભાવ વધારાને લઈને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સતત પ્રદર્શન કરી રહી છે. હાલમાં જ મનસેના કાર્યકર્તાઓએ મલ્ટીપ્લેક્સમાં પ્રદર્શન કર્યું હતું ઔપ સિનેમાહોલના મેનેજર સાથે મારપીટ પણ કરી હતી. જાણકારી મુજબ મુંબઈના કેટલાક સિનેમા હોલ માલિકોએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત પણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે જ કેંદ્ર સરકાર 1 ઓગષ્ટથી નવો કાનૂન લાવી રહી છે જે મૂજબ કોઈપણ સામાન માત્ર છાપવામાં આવેલી કિંમત પર જ વહેંચી શકાય. કોઈપણ ખાવા-પીવાના સામાનની બે કિંમત નહી હોય. મલ્ટીપ્લેક્સમાં પોપકોર્ન, કોલ્ડ્રડ્રિંક અને સ્નેક્સની વધારે કિંમત નહી ચૂકવવી પડે.
મુંબઈ: મહારાષ્ટ્રના મલ્ટીપ્લેક્સમાં 1 ઓગષ્ટથી તમે ખાવા-પીવાનું લઈ જઈ શકો છો. નાગપુરમાં ચાલી રહેલા ચોમાસું સત્ર દરમિયાન આજે તેને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા જેના જવાબમાં રાજ્યમંત્રી રવિંદ્ર ચવ્હાણે સરકારના આ નિર્ણયની જાણકારી આપી. આ સાથે જ તેમણે કહ્યું, આવું કરવાથી રોકનારા પર સખ્ત કાર્યવાહી કરવામં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -