હવે ઘરે બેઠા મોબાઈલ નંબરને આધાર સાથે કરો લિંક, આ છે ઉપાય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Dec 2017 08:25 PM (IST)
1
આ પ્રક્રિયાનો ઉપયોગ કરી તમે પોતાના મોબાઈલ નંબરને ઘરે બેઠા આધાર સાથે લિંક કરી શકો છો. આધાર સાથે લિંક કરવા માટે કોઈ પણ ટેલિકોમ કંપનીની ઓફિસે જવાની તમને જરૂર નહીં પડે.
2
હવે મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. યૂઝર્સને વન ટાઈમ પાસવર્ડ(OTP) દ્વારા આધારને વેરિફાઈ કરી શકશે. પાતાનો નંબર આધાર સાથે લિંક કરવા માટે સૌપ્રથમ UIDAIની વેબસાઈટ પર જઈ તેના બાદ વેરિફાઈ ઈ-મેઈલ/ મોબાઈલ નંબર પર ક્લિક કરીને સરળતાથી લિંક કરી શકો છો.
3
નવી દિલ્લી: ભારત સરકારે તમામ મોબાઈલ યૂઝર્સને પોતાના મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરી દીધું છે. મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 6 ફેબ્રુઆરી 2018 છે. પરંતુ હવે મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડને લિંક કરવાના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે.