કોગ્રેસ નેતાઓને સોનિયા ગાંધીનો સ્પષ્ટ સંદેશ, 'રાહુલ ગાંધી હવે મારો પણ બોસ'
નવી દિલ્હીઃ કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીએ તેમના બોસ ગણાવ્યા હતા. બેઠકમાં તેમણે કહ્યું કે, ‘હવે રાહુલ ગાંધી મારા બોસ છે. નવા બોસ અંગે મને કોઇ શંકા નથી. તમે બધા મળીને રાહુલ સાથે કામ કરશો.’
બેઠકમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર અનેક આરોપો પણ લગાવ્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર દરમિયાન લોકતંત્રના સ્તંભો પર હુમલા થઇ રહ્યા છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, હવે બદલાવનો માહોલ બન્યો છે. કર્ણાટકમાં યોજાનારી ચૂંટણીમાં પાર્ટી ફરીવાર સત્તા પર આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનમાં સારા પરિણામો આપવા બદલ તેમણે તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓને કહ્યું કે, હવે આપણે એક થઈને પાર્ટીના હિત માટે રાહુલ ગાંધી સાથે કામ કરીશું. તેની શરૂઆત પણ થઈ ગઈ છે. ગુજરાતમાં આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઘણું સારું પરિણામ આપ્યું છે. રાજસ્થાન પેટાચૂંટણીમાં પણ જે પરિણામ આવ્યું, તેનાથી ઘણો ઉત્સાહ વધ્યો છે.