પ્લેનમાં પણ કરી શકાશે મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ, ટેલિકોમ કમિશને આપી મંજૂરી
ટ્રાઇના પ્રસ્તાવ મુજબ જે કંપનીઓ હવાઇ જહાજમાં આ સુવિધા આપવા માંગતી હશે તેમણે અલગથી લાઇસન્સ લેવું પડશે. પ્રસ્તાવ મુજબ આ સુવિધા ભારતમાં ઘરેલુ અને વિદેશી બંને પ્રકારના મુસાફરોને મળશે. આ સુવિધા માટે સરકારે વર્તમાન ટેલિગ્રાફ એક્ટમાં પણ ફેરફાર કરવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ ટેકનોલોજી મોબાઇલ કમ્યુનિકેશન સર્વિસ ઓન બોર્ડ એરક્રાફ્ટની સુવિધાથી હવે પ્લેનમાં મોબાઇલથી ફોન કરવો કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો સરળ બની જશે. આ સુવિધા આવ્યા બાદ વિશ્વની 30 અગ્રણી એરલાઇન્સ કંપનીઓ વિમાનમાં કોલ અને નેટની સુવિધા આપે છે. પ્લેનમાં મોબાઇલ ફોન નેટવર્ક એક પોર્ટેબલ ટાવરની મદદથી ચાલી શકે છે. આ મશીન ટેલિકોમ કંપનીઓની મદદથી એરલાઇન્સ કંપનીઓ લગાવી શકે છે.
ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજનના જણાવ્યા મુજબ, કમીશને ઈન્ટરનેટ ટેલીફોનીને લઈ ટ્રાઇની ભલામણોને મંજૂરી આપી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે, ટેલિકોમ સાથે સંકળાયેલી ફરિયાદોને ઉકલેવા માટે લોકપાલ (ઓમબડ્સમેન) બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. લોકપાલને ટ્રાઇ અંતર્ગત સ્થાપવામાં આવશે અને આ માટે ટ્રાઇ એક્ટમાં ફેરફારની જરૂર પડશે.
નવી દિલ્હીઃ ટેલિકોમ કમીશન દ્વારા ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં મોબાઇલ ફોન કોલ્સ અને ઇન્ટરનેટના વપરાશના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે, આ સર્વિસ કેટલીક શરતોની સાથે મળશે. આજે કમીશનની મળેલી મીટિંગમાં આ મંજૂરી આપવામાં આવી હતી.
સુંદરરાજને કહ્યું કે, ટેલિકોમ સેક્ટરમાં દર ત્રિમાસિકમાં આશરે એક કરોડ ફરિયાદો મળે છે. લોકપલાની નવી વ્યવસ્થા એક સુંદર અને સંતોષજનક ફરિયાદ નિવારણ સિસ્ટમ તરફ લઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -