અમિત શાહે આ વ્યક્તિ સાથે મુલાકાત કરી અને કાશ્મીરમાં સરકાર પડી ગઈ!
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કાશ્મીરમાં 55થી વધારે આતંકવાદી અને 27 સ્થાનીક લોકો માર્યા ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કાશ્મીર મામલે અમિત શાહ ગૃહ મંત્રાલય અને રક્ષા મંત્રી દ્વારા આક્રમક કાર્રવાઈ શરૂ કરતા પહેલા જમ્મૂ કાશ્મીર મંત્રિમંડળમાં સામેલ તમામ પક્ષના તમામ મંત્રીઓનો મત લેવા માગે છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અનુસાર મહિના સુધી સીઝફાયર બાદ હવે આતંકવાદીઓ વિરૂદ્ધ સેના નવી ઉર્જા સાથે તૈયાર છે. તેણે જણાવ્યું કે, કાશ્મીરમાં શાંતિ માટે સેના અને સરકાર તમામ મુદ્દે કામ કરી રહી છે. વાર્તાકારો દ્વારા કાશ્મીરમાં સામાન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી તેમને વિશ્વાસમાં લઈ શકાય.
જણાવીએ કે, જમ્મૂ કાશ્મીરની સ્થિતિને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલે મંગળવારે સવારે અમિત શાહ સાથે મુલાકાત કરી અને ત્યાંની સ્થિતિની જાણકારી આપી. અમિત સાથે સાથે મુલાકાત દરમિયાન ડોવાલે જણાવ્યું કે, જમ્મૂ કાશ્મીરમાં આંતકવાદીઓ પર કાર્રવાઈ માટે કેવી યોજના બનાવવામાં આવી છે. ડોવાલે કહ્યું કે, કાશ્મીરમાં હવે આતંકવાદીઓ વિરૂદ્ધ મોટા પાયે એક્શન લેવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
અમિત શાહે જમ્મૂ કાશ્મીરના મામલે જમ્મૂ કાશ્મીરના ભાજપના નેતાઓ સાથે મુલાકાત બાદ પીડીપી સાથેનું જોડાણ તોડવાની જાહેરાત કરી. આ મોટા નિર્મય પહેલા અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથે ચર્ચા કરી હતી.
નવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહે જમ્મુ કાશ્મીરના મામલે મંગળવારે રાજ્યના નેતાઓ સાથે બેઠક કરી. શાહે જમ્મુ કાશ્મીર સરકારમાં સામેલ પાર્ટીના તમામ મંત્રીઓ અને કેટલાક ટોચના નેતાઓને બેઠકમાં બોલાવ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -