ચીન સાથે બોર્ડર મુદ્દે થશે વાત, ડોકલામ વિવાદ બાદ પ્રથમવાર મળશે બંને દેશોના NSA
ચીન સતત પાકિસ્તાનના સમર્થનમાં અવાજ ઉઠાવતું રહ્યું છે. ચીન PoKમાં CPECનું નિર્માણ કરી રહ્યું છે. ભારત આનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યું છે. ભારતનું કહેવું છે કે PoK ભારતનો હિસ્સો છે અને પાકિસ્તાને તેના પર ગેરકાયદેસર રીતે કબજો કરી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત ચીન વચ્ચે ચાલતા સીમા વિવાદને ઉકેલવાનો શ્રેય અજીત ડોભાલને જાય છે. ડોભાલે 27 જુલાઈના રોજ બેઇજિંગમાં ચીનના સ્ટેટ કાઉન્સિલર યાંગ જિએચી સાથે આ મુદ્દે વાત કરી હતી. અહેવાલો મુજબ બંને વચ્ચે ઉગ્ર ભાષામાં વાતચીત થઈ હતી. યાંગે ડોકલામ મુદ્દે ડોભાલને સવાલ કર્યો હતો કે, શું આ તમારી જગ્યા છે? જેના જવાબ ડોભાલે તેમના અંદાજમાં આપતાં કહ્યું કે, શું દરેક વિવાદિત વિસ્તાર ચીનનો થઈ જાય છે?
16મી જૂને ઇન્ડિયન ટ્રુપ્સે ડોકલામ એરિયામાં ચીનના સૈનિકોને સડક બનાવતા અટકાવ્યા હતા ત્યારે વિવાદ શરૂ થયો હતો. જોકે, ચીન કહે છે કે તે પોતાના વિસ્તારમાં સડક બનાવી રહ્યું છે. એરિયાનું નામ ભારતમાં ડોકા લા છે જ્યારે ભુતાનમાં તેને ડોકલામ કહેવામાં આવે છે. ચીન દાવો કરે છે કે આ વિસ્તાર તેમના ડોંગલાંગ રિજનનો ભાગ છે. ભારત-ચીનની જમ્મુ-કાશ્મીરથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી 3488 કિમી લાંબી સરહદ છે. તેનો 220 કિમી ભાગ સિક્કીમમાં આવે છે.
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે થયેલા ડોકલામ વિવાદ બાદ બંને દેશોના NSA (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) રાજધાની દિલ્હીમાં ગુરુવારે બેઠક કરશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના યાંગ જીચી વાત કરશે. ભારત અને ચીન વચ્ચે વાતચીતનો આ 20મો રાઉન્ડ છે. ગુરુવારથી શરૂ થતી આ બેઠક 2 દિવસ સુધી ચાલશે. તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -