કેરળની ક્રિશ્ચિયન સાધ્વીનો આક્ષેપઃ બિશપે મારી સાથે 13 વાર પરાણે સેક્સ માણેલું ને....
પોલીસે કહ્યું કે, બિશપે પણ સાધ્વી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. બિશપનો આરોપ છે કે સાધ્વી તેને બ્લેકમેઇલ કરતી હતી. તેણે જાતીય શોષણના આરોપમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસે કહ્યું કે, બિશપે 23 જૂનના રોજ ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં બિશપે કહ્યું કે, સાધ્વીએ તેની સામે જાતીય શોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે અમે તેને વહીવટી પદ પરથી હટાવી દીધી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સાધ્વીએ કહ્યું કે, ત્યારબાદથી બિશપે તેના પર 13 વખત બળાત્કાર ગુજાર્યો હતો. કોટ્ટાયમ પોલીસના કહેવા પ્રમાણે, કુરાવિલાંગદ પોલીસ સ્ટેશનમાં બિશપ સામે આઇપીસીની કલમ 376 હેઠળ કેસ દાખલ કરાયો છે.
કેરલના કોટ્ટાયમ જિલ્લામાં કામ કરી રહેલી ક્રિશ્ચિયન સાધ્વીનું કહેવું છે કે વર્ષ 2014થી બિશપ તેના પર બળાત્કાર ગુજારી રહ્યો છે. સાધ્વીએ જણાવ્યું કે, વર્ષ 2014માં બિશપે કેટલાક મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવા માટે સમન્સ મોકલ્યું હતું ત્યારબાદ તે બિશપને મળવા ગઇ હતી. જ્યાં બિશપે તેના પર રેપ ગુજાર્યો હતો.
નવી દિલ્હીઃ કેરલમાં એક 44 વર્ષની ક્રિશ્ચિયન સાધ્વીએ બિથપ પર 13 વખત બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો છે. કેરલ પોલીસે આ મામલે શુક્રવારે સાયરો માલાબાર કૈથોલિક ચર્ચના બિથપ ફ્રાંસો મુલક્કલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ક્રિશ્ચિયન સાધ્વીએ પોતાની ફરિયાદમાં લખ્યું હતું કે, જલંધર સૂબેના બિશપ મુલક્કલને તેના પર 13 વખત બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ તેની ફરિયાદ પર કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી.