ઓડિશાઃ 16 દિવસના નવજાત શિશુને વાંદરો ઉપાડી ગયો, જાણો પછી શું થયું
આ વિસ્તારમાં થોડા સપ્તાહ પહેલા વાંદરાએ કેટલીક મહિલાઓ પર હુમલો કરી તેમને ઘાયલ કરી હતી.
નાયક કપલનું આ પ્રથમ સંતાન હતું. નવજાત શિશુ જન્મ બાદ રડ્યું નહોતું, જેના કારણે તેને હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું અને માત્ર ત્રણ દિવસ પહેલા જ ઘરે લાવવામાં આવ્યું હતું.
બાળકના મોતના સમાચાર સાંભળતાં જ માતા-પિતા ઉંડા આઘાતમાં સરી પડ્યા છે. પિતા રામકૃષ્ણ નાયક બાળકની સલામતી માટે છેલ્લા બે દિવસથી મંદિરમાં પ્રાર્થના કરતા હતા.
બાંકી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બિસ્વરંજન સાહૂએ કહ્યું કે, વાંદરો બાળકને ઉપાડીને લઈ ગયા બાદ થોડી જ મિનિટોમાં નાળામાં ફેંકી દીધું હશે. મેં મારી કરિયરમાં પ્રથમ વખત આ પ્રકારનો કેસ જોયો છે. બાળકની બોડીને પોસ્ટ મોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે.
ઘટનાની વિગત મુજબ, શનિવારે રામકૃષ્ણ નાયકના નવજાતને ઘરમાં મચ્છરદાનીની અંદર સુવડાવવામાં આવ્યો હતો. તે સમયે રૂમમાં એક વાંદરો આવ્યો અને બાળકને ઉપાડીને જતો રહ્યો. આ સમયે બાળકની માતા પણ ત્યાં હાજર હતી પરંતુ તે કંઇ કરી શકી નહોતી.
જે બાદ બાળકના માતા-પિતા પોલીસ પાસે ફરિયાદ લઈને ગયા અને સ્થાનિક પોલીસે વન વિભાગ, ફાયરબ્રિગેડની મદદથી બાળકને શોધવાનું ઓપરેશન શરૂ કરી દીધું પરંતુ કોઈ પરિણામ ન મળ્યું. બીજા દિવસે સવારે નાયકના ઘર પાસે આવેલા કૂવામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
કટકઃ ઓડિશાના તાલાબાસ્તા ગામમાં 16 દિવસના એક નવજાત શિશુને વાંદરો ઉપાડી ગયો હતો. જે બાદ 30 સભ્યોના વનવિભાગની ટીમે સ્થાનિક પોલીસની સાથે મળી તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ રવિવારે સવારે બાળક ઘરની પાસે એક કૂવામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.