ઓડિશા: ભારે વરસાદના કારણે ભૂસ્ખલનમાં 12 લોકોના મોત, 4 લાપતા
ભુવનેશ્વર: ઓડિશાના ગજપતિ જિલ્લામાં તિતલી વાવાઝોડા બાદ થયેલા ભાર વરસાદના કારણે ભૂસ્ખલનમાં 12 લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે. જ્યારે ચાર લોકો ગુમ છે. આ જાણકારી વિશેષ રાહત કમિટીના અધ્યક્ષ પીવી સેઠીએ શનિવારે આપી હતી. કમિટીએ જણાવ્યું કે શુક્રવારે સાંજે જ્યારે આ ઘટના થઈ ત્યારે ગામના લોકોએ ભારે વરસાદ કારણે એક ગુફા જેવી જગ્યાએ ઘુસી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિકારીએ જણાવ્યું કે અનેક વિસ્તારોમાં પાણી ઘટ્યા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્થિતિની સમીક્ષા કરવા માટે ગંજમ, ગજપતિ અને રાયગઢા જિલ્લા સહિત કેટલાક પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
વિશેષ રાહત કમિટી જણાવ્યું કે, ગજપતિ જિલ્લાના જિલ્લા અધિકારીને ઘટનાસ્થળ પર જઈને સ્થિતિની સમીક્ષા કરી રિપોર્ટ આપવા કહ્યું છે. પીવી સેઠીએ જણાવ્યું કે, ઠેર-ઠેર ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને ઝાડ પડવાની ઘટના બની છે. તેથી લોકો સુધી રાહત પહોંચાડવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. 963 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે. તેમાં એક લાખથી વધુ લોકો શરણ લઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -