મુંબઈમાં સ્લમના યુવકને મળી 5.4 કરોડ રૂપિયાની ITની નોટિસ
મુંબઈઃ મુંબઈમાં ભાયંદરના ગણેશ દેવલ નગરમાં સ્લમમાં રહેતા 32 વર્ષીય યુવક રવિ જૈસ્વાલને આવકવેરા વિભાગની રૂપિયા 5.4 કરોડ રૂપિયાની નોટીળતી તે શોક્ટ થઈ ગયો હતો. નોટિસ અનુસાર તે ચાર કંપનીનો માલિક છે. જોકે રવિ તો એક ઓફિસ બોય તરીકે કામ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટિસ મળતા જ રવિએ થાણેના એસપીને આ અંગે જાણ કરી હતી. કપાસ હાથ ધરતા ખબર પડી હતી કે જૈસ્વાલના પાન અને આધારકાર્ડનો દૂરુપયોગ કરીને ચાર બોગસ કંપનીઓ ખોલવામાં આવી હતી. આ કંપનીઓના નામ છે- શાયાંશન કોર્પોરેશન, જેમ રેડટેક, સ્ટેટ ફોર્ડ ટેક્સટાઈલ અને પૂર્વી રિયાલ્ટી. આ ચારેય કંપની નોટબંધીની જાહેરાત પછી ખોલવામાં આવી હતી તેમ ભાયંદર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર રાજેન્દ્ર કામલેએ જણાવ્યું હતું.
રવિએ પોલીસને જણાવ્યું કે, તે કાંદીવલીમાં સી.એ રાજેશ અગ્રવાલની ફર્મમાં વર્ષ 2008માં જોડાયોહતો. તે સમયે તેને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે પાન અને આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ ખોલવા માટે સબમિટ કરવા જણાવાયું હતું. પરંતુ તેને સેલેરી તો રોકડેથી જ આપવામાં આવી હતી. વર્ષ 2012માં તેણે અગ્રવાલની કંપની છોડી બીજી કંપનીમાં જોડાયો હતો.
સી.એ પર શંકા જતા ભાયંદર પોલીસે શનિવારે અગ્રવાલની ધરપકડ કરી હતી. તેના પૂર્વ બિઝનેસ પાર્ટનર રાજીવ ગુપ્તા અને બે એમ્પલોયીઝ જુગલેશ ગુપ્તા અને સંતોષ સિંધની પણ ધરપકડ કરાઈ છે. તેમના પર રવિના નામે બોગસ કંપની ખોલીને મની લોન્ડરિંગ કરવાનો આરોપસર તપાસ ચાલી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નોટબંધી બાદ રવિની ખોટી સહી કરીને તેના નામે બે બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. રાજીવે જ રવિને અગ્રવાલની પેઢી છોડીને વર્ષ 2012માં પોતાની ગેસ એજન્સીમાં જોડાવા કહ્યું હતું. પોલીસને શંકા છે કે બોગસ કંપની શરૂ કરવા માટેનું પેપર વર્ગ જુગલે અને સંતોષે કર્યું હતું. આ મામલે પોલીસે અગ્રવાલની મલાડ ઓફિસ પર દરોડા પાડીને હાર્ડ ડિસ્ક, દસ્તાવેજો અને નકલી સરકારી રબર સ્ટેમ્પ જપ્ત કર્યા હતા. પોલીસને તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે તેમણે આવી બીજી બં કંપની પણ ચાલુ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -