500-1000ની જૂની નોટની ગણતરી માટે બેંકોએ નથી કર્યો મશીનનો ઉપયોગ, RTIમાં ખુલાસો
જેના જવાબમાં આરબીઆઈએ કહ્યું, 500 અને 1000 રૂપિયાની નોટોની ગણતરી કરવા માટે બેંકેના કોઈપણ કાર્યાલયમાં મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. બેંકે જણાવ્યું કે આ કામ માટે ભાડા પર પણ કોઈ મશીન નથી લેવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ભારતીય રિજર્વ બેંકે કહ્યું, બંધ કરવામાં આવેલી 500 અને 1000 રૂપિયાની નોટની ગણતરી કરવા માટે મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ સાથે જ કેંદ્રીય બેંકે નોટોની ગણતરી માટે કેટલાક કર્મચારીઓની સંખ્યા હતી તે જણાવવાનો પણ ઈનકાર કર્યો છે. આરટીઆઈ દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો જેમાં આ ખુલાસો થયો છે.
10 ઓગસ્ટના કરવામાં આવેલી આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં જાણકારી માંગવામાં આવી હતી કે નોટોની ગણતરી કરવા માટે કેટલા મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આરબીઆઈએ આ જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો કે નોટોની ગણતરી કરવા માટે કેટલા કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીટીઆઈ-ભાષાના સંવાદદાતા દ્વારા કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં બેંકે કહ્યું, આરટીઆઈ અધિનિયમ, 2005ની કલમ 7(9) મુજબ આ જાણકારી ન આપવામાં આવી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -