PM મોદીની રેલીમાંથી પરત ફરી રહેલા પોલીસકર્મીઓ પર પથ્થરમારો, એક કોન્સ્ટેબલનું મોત
કરીમુદ્દીનપુર પોલીસ સ્ટેશનની પોલીસ પ્રદર્શનકારીઓને સમજાવવા ગઇ હતી, પરંતુ આ લોકો સમજવાના બદલે પોલીસકર્મીઓ ઉપર ઇંટ પથ્થરોથી હુમલો કર્યો હતો. જેના કારણે ત્રણ ચાર પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જિલ્લા હોસ્પિટલ લઇ જતી વખતે સુરેશ વત્સનું મોત નિપજ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનઉ: ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા પોલીસ કર્મીઓ પર પથ્થરમારો થયો હતો. જેમાં એક કોસ્ટેબલનું મોત નીપજ્યું છે. પથ્થરમારાનો આરોપ એક સ્થાનિય પાર્ટી નિષાદના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવી રહ્યો છે.
નિષાદ સમાજના લોકો અનામતની માંગને લઇને શનિવારે જનપદમાં ઘણી જગ્યાએ લોકો ધારણા પ્રદર્શનકરી રહ્યા હતા. જ્યારે પોલીસ વડાપ્રધાનના કાર્યક્રમને જોતા તેમાં અમુક નેતાઓની પહેલાથી ધરપકડ કરી લીધી હતી. પથ્થરમારાની આ ઘટના નોનહરા પોલીસ સ્ટેશન પાસે કઠવા મોડ ચોકીની પાસે બની છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક પોલીસના પરિવારને 40 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. પરિવારના સભ્યને સરકારી નોકરી તથા અસાધારણ પેન્શન આપવાની જાહેરાત કરી છે. સીએમ યોગીએ ડીએમ અને એસએસપીને અસામાજિક તત્વો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા અને તાત્કાલિક ધરપકડ કરવાના નિર્દેશ આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -