કોલકત્તાના ભરેલા બજારમાં બૉમ્બ બ્લાસ્ટ, એક બાળકનુ મોત, 9 લોકો ઘાયલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'આ એક હાઇ તીવ્રતાનો બ્લાસ્ટ હતો, 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ સુધી બ્લાસ્ટ કયા પ્રકારનો હતો તેના વિશે માહિતી નથી મળી કેમકે કોઇ દારુગોળાની સ્મેલ નથી આવી રહી.'
અધિકારીએ જણાવ્યું કે, ઇમારતમાં દક્ષિણી દમદમ નગર નિગમના અધ્યક્ષનું કાર્યાલય પણ છે. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ કઇ પ્રકૃતિનો હતો તે જાણવા માટે ફૉરેન્સિક ટીમ અને ઇન્ક્વાયીર કુતરાઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. વળી, પશ્ચિમ બંગાળના મંત્રી પુરનેન્દુ બસુએ આ હુમલા પાછળ આરએસએસ પર શક વ્યક્ત કર્યો છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાના ઉત્તરીય ઉપનગર દમદમના બજાર વિસ્તારમાં એક બહુમાળી ઇમારતની સામે બૉમ્બ બ્લાસ્ટ થયો, આ વિસ્ફોટમાં એક બાળકનું મોત થઇ ગયુ છે. આ ઘટનામાં 9 લોકો ઘાયલ થવાના પણ સમાચાર છે. મૃત્યુ પામનાર બાળકની ઉંમર 7 વર્ષની હતી, બાળકને તાત્કાલિક સારવાર માટે હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થઇ ગયુ હતુ.
એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે વિસ્ફોટની ઘટના દમદમ પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાફિક વાળા કાઝીપારા વિસ્તારના ભુતલ પર સ્થિત ફ્રૂટની એક દુકાનની બહાર સવારે 9 વાગે થયો હતો. ઘાયલોને સરકારી અરજી કાર મેડિકલ કૉલેજ તથા હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -