મંત્રીમંડળમાં આ બાબતે વસુંધરા રાજેથી પાછળ રહ્યા ગેહલોત, જાણો વિગત
વસુંધરા રાજેના મંત્રીમંડળમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે અનીતા ભદેલ, શિક્ષા મંત્રી તરીકે કિરણ માહેશ્વરી, પર્યટન મંત્રી તરીકે કૃષ્ણેન્દ્ર કૌર અને રાજ્યમંત્રી તરીકે કમસા મેઘવાલ હતા. જ્યારે ગેહલોત સરકારે આ વખતે માત્ર એક જ મહિલાને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગેહલોત કેબિનેટની એક માત્ર મહિલા મંત્રી મમતા ભૂપેશ સિકરાય સીટ પરથી ધારાસભ્ય બન્યા છે. આ પહેલા તેઓ રાજ્યમાં અશોક ગેહલોતની સરકારમાં જ સંસદીય સચિવ રહ્યા છે. મમતા દલિત વર્ગમાંથી આવે છે અને સચિન પાયલટ જૂથના માનવામાં આવે છે. તેમને રાજ્ય મંત્રીનું પદ મળ્યું છે.
કેબિનેટ વિસ્તરણમાં મહિલાઓને નજરઅંદાજ કરવામાં આવી છે. 23 મંત્રીઓમાંથી માત્ર એક જ મહિલા ધારાસભ્ય મમતા ભૂપેશે જ મંત્રીપદના શપથ લીધા છે. વસુંધરા રાજેના મંત્રીમંડળમાં 4 મહિલા મંત્રી હતી.
જયપુરઃ રાજસ્થાનમાં કોંગ્રેસે સત્તામાં વાપસી કર્યા બાદ સીએમ અશોક ગેહલોતે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. રાજ્યપાલ કલ્યાણ સિંહે 23 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટ સહિત કુલ 25 સભ્યોનું મંત્રીમંડળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -