મોદીને હરાવવા મહાગઠબંધનમાં જોડાશે વિપક્ષી દળો, આજે દિલ્હીમાં બેઠક કરી બનાવશે રણનીતિ
આ બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિન સીતારામ યેચુરી અને ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ એસ સુધાકર રેડ્ડી સામેલ થશે. આ ઉપરાંત અન્ય વિપક્ષી દળોના નેતાઓ પણ હાજર રહી શકે છે.
સુત્રો અનુસાર, બેઠકોનો મુખ્ય એજન્ડા એક બિનભાજપીય મોર્ચો બનાવવાનો છે, આ બેઠકમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ હાજર રહી શકે છે. બેઠકમાં સંયુક્ત રણનીતિ બનાવવાની પણ કોશિશ કરાશે.
દિલ્હીમાં આજે મહાગઠબંનની બેઠકમાં ઉચ્ચ નેતાઓ જોડાશે, આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાના અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત અને સંસદના શિયાળુ સત્ર શરૂ થવાના એકદિવસ પહેલા થવાની છે. તેદેપા પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયડુ બેઠકનું સમન્વય કરી રહ્યાં છે. તેમને બિનભાજપીય નેતાઓને આમંત્રિત કર્યા છે.
નવી દિલ્હીઃ મોદી સરકારને કેન્દ્રની સત્તામાંથી દુર કરવા અને ફરીથી સત્તા હાંસલ કરવા માટે વિપક્ષી પાર્ટીઓ હવે એક થઇ રહી છે. આજે દિલ્હીમાં મોદી વિરોધી મહાગઠબંધનમાં એક સાથે વિપક્ષી દળો બેઠક યોજવાના છે. આ મહાગઠબંધનમાં આગામી 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને રણીનિત પણ ઘડાઇ શકે છે.