બજેટ 2018: અખિલેશ યાદવે કહ્યું- અહંકારી સરકારનું વિનાશકારી બજેટ, જાણો અન્ય નેતાઓએ શું આપી પ્રતિક્રિયા?
કૉંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ પણ ટ્વીટ કરીને નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટને બેવકૂફ બનાવનાર બજેટ ગણાવ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે પણ ટ્વીટ કર્યું કહ્યું હતું.
દિલ્લીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે ખૂબજ નિરાશાજનક બજેટ, 2001-02થી કેન્દ્રીય ટેસ્કમાં દિલ્લીના ભાગમાં એક પણ વધારોના રૂપિયાની વૃદ્ધી નથી થઈ.
નવી દિલ્લી: કેન્દ્ર સરકાર દ્વારા આજે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી અરૂણ જેટલીએ દેશની અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોના વિકાસને લઈને અનેક નોની મોટી જાહેરાત કરી. ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ જાહેર થયા બાદ દેશને સંબોધન કરી જણાવ્યું કે નાણામંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં કયા કયા ક્ષેત્રોમાં ફાયદા થશે. જો કે વિપક્ષ પાર્ટીઓએ ટ્વિટર પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બજેટનો વિરોધ કરતા કહ્યું કે દિલ્લી સાથે સતત સૌતેલા જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે, મને આશા હતી કે દેશની રાજધાનીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લઈને કેટલાક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રમાં હોવા છતા દિલ્લીની સાથે સતત સૌતેલા જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
ત્યાં ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે, ગરીબ-ખેડૂત-મજૂરને નિરાશા, બેરોજગાર યુવાનોને હતાશા, વેપારીઓ, મહિલાઓ અને સામાન્ય લોકોના મોં પર તમાચો, આ આમ જનતાની સમસ્યાઓને નજરઅંદાજ કરનારી અહંકારી સરકારનું વિનાશકારી બજેટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -