'અમિત શાહે રાહુલ ગાંધી પાસેથી શીખવું જોઈએ કે......' ભાજપના ક્યા ટોચના નેતાએ ભાજપ પ્રમુખને આપી આ સલાહ?
‘બિહારી બાબૂ’ના નામથી જાણીતા શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતાં કહ્યું કે, રાહુલમાં ઘણાં ઓછા સમયમાં પરિપક્વતા આવી ગઈ છે, તેની પાસેથી અન્ય પાર્ટીના અધ્યક્ષોએ પણ શીખવું જોઈએ. તેમણે કહ્યું કે, હું શરૂથી જ ગાંધી પરિવારનો ફેન છું. હું જવાહરલાલ નેહરૂથી લઈને સોનિયા ગાંધી સુધીનો પ્રશંસક રહ્યો છું અને હવે રાહુલનો પણ ફેન છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપટનામાં એબીપીના કાર્યકર્મમાં શત્રુઘ્ન સિન્હાએ ભાજપને પોતાની પાર્ટી ગણાવતા કહ્યું કે, તેઓ ક્યારેય ભાજપ વિરૂદ્ધ નથી બોલ્યા, આજે પણ પક્ષ વિરૂદ્ધ નથી બોલી રહ્યા, પરંતુ પક્ષને અરીસો બતાવી રહ્યા છે. તેમણે કહ્યું, સત્ય બોલતો રહ્યો છું અને બોલતો રહીશ.
નવી દિલ્હીઃ પટના સાહિબથી ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિન્હાએ ફરી એક વખત ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપમાં પહેલા લોકશાહી હતી અને હવે તાનાશાહી છે. આગામી લોકસભા ચૂંટણીમાં યૂપીના વારાણસી સીટ પરથી ચૂંટણી લડવાના સંકેત આપતા તેમણે કહ્યું કે, સ્થિતિ જે પણ હોય, પણ જગ્યા આ જ હશે. તેમણે રાહુલ ગાંધીના વખાણ કરતાં અમિતા શાહને સલાહ પણ આપી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -