✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

POKમાં સર્જીકલ સ્ટ્રાઈકઃ ભારતીય લશ્કરે કોને માર્યો સૌથી મોટો ફટકો, કોના કેટલા માણસ મર્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Oct 2016 05:22 PM (IST)
1

નવી દિલ્લીઃ ભારતીય સેના દ્વારા નિયંત્રણ રેખા પાર આતંકી વિસ્તારમાં કરવામાં આવેલા હુમલાને કારણે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબા ને વધુ નુકશાન પહોંચ્યું છે. એક રીપોર્ટ મુજબ લશ્કરના લગભગ 20 આતંકવાદી મરી ગયા છે.

2

રેડિયો વાતચીતમાં સંકેત મળ્યા હતા કે, માર્યા ગયેલા આતંકવાદીઓને નીલમ ઘાટીમાં સામૂહિક રીતે દફનાવી દેવામાં આવ્યા. પૂંચની સામે બલનોઇ ક્ષેત્ર સ્થિત આતંકી અડ્ડાઓને પણ આ રીતે હુમલાનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની સૈન્યના રેડિતો સંદેશાઓ પ્રમાણે, આ અડ્ડાઓમાં લશ્કર-એ તૌયબાના 9 આતંકીઓ માર્યા ગયા હતા.

3

સૂત્રોના કહેવા પ્રમાણે, પાકિસ્તાની સૈન્યના રેડિયો તંત્રથી પકડવામાં આવેલા સંદેશાઓથી એ સંદેશ મળે છે કે સર્જિકલ સ્ટ્રાઇક્સમાં લશ્કર એ-તૌયબાના ઓછામાં ઓછા 20 આતંકીઓ માર્યા ગયા છે.

4

સૂત્રોના કહેવા પ્રમાણે, આતંકીઓને ભારતીય સૈન્ય દ્ધારા આ પ્રકારની કોઇ કાર્યવાહીની આશા નહોતી જેથી તેઓ ચોંકી ઉઠ્યા. રિપોર્ટ પ્રમાણે, જ્યારે ભારતીય સૈનિકો આ આતંકીઓને મારવા માટે પહોંચ્યા ત્યારે તેઓ પાકિસ્તાની ચોકીઓ તરફ ભાગતા જોવા મળ્યા હતા.

5

સુત્રોએ જણાવ્યું કે ક્ષેત્રમાં સેનાની ડિવીઝનની પાંચ ટીમો કેલ તથા દુદનિયાલ સ્થિત આતંકી સમૂહના વિસ્તારને નષ્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ગત 28 અને 29 સપ્ટેમ્બર દરમિયાન રાત્રે શરૂ થયેલા અભિયાનમાં ભારતીય સૈનિકો નિયંત્રણ રેખા પાર જઈ LOC થી 700 મીટર દુર એક પાકિસ્તાની ચોકીની સુરક્ષામાં રહેલા ચાર આતંકવાદી કેમ્પને નષ્ઠ કર્યા હતા. સુત્રોએ જણાવ્યું કે આતંકીયોને ભારતીય સેના તરફથી કોઈપણ કાર્યવાહી કરવાની ઉમ્મીદ ન હતી જેના કારણે તે ચોંકી ગયા હતા.

6

સર્જિકલ સ્ટ્રાઈકની જાણકારી રાખનારા સુત્રો અનુસાર ભારતીય સેનાના ફિલ્ડ યુનિટથી ઉપલબ્ધ રિપોર્ટમાં પાકિસ્તાનના જુદા-જુદા પ્રતિષ્ઠાન વચ્ચે થયેલી રેડિયો વાતચીત સામેલ છે. જેના કારણે જાણકારી મેળવી શકાય છે કે ઉત્તર કાશ્મીરના કૂપવાડા સેક્ટર સામે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત દુદનિયાલ આતંકી શિબિરમાં લશ્કર એ તૌયબાને વધારે નુકશાન પહોંચ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • POKમાં સર્જીકલ સ્ટ્રાઈકઃ ભારતીય લશ્કરે કોને માર્યો સૌથી મોટો ફટકો, કોના કેટલા માણસ મર્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.