LoC પાર કરી ભારતીય સીમામાં ઘૂસ્યુ પાકિસ્તાની હેલિકૉપ્ટર, સેનાએ કર્યુ ફાયરિંગ તો ગયુ પાછુ
બપોરે બનેલી આ ઘટના, એલઓસી નજીક અચાનક પહાડીઓની વચ્ચે એક હેલિકૉપ્ટર ફરતુ દેખાયું હતું. આ જોઇને ભારતીય સુરક્ષાદળોએ એક્શન લીધી અને તેની તરફ ફાયરિંગ કરીને જવાબ આપ્યો હતો. ભારતીય સેનાની સખત પ્રતિક્રિયાના કારણે થોડીક વાર બાદ પાકિસ્તાની હેલિકૉપ્ટર પાછુ જતુ રહ્યું હતું.
જોકે, સુરક્ષાદળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે પણ તપાસ કરવાની કોશિશ કરાઇ રહી છે કે હેલિકૉપ્ટર કયા હેતુથી ભારતીય સીમામાં ઘૂસ્યુ હતું.
નવી દિલ્હીઃ સીમા પારથી આતંકીઓનો સપ્લાય કરવાવાળું પાકિસ્તાન હવે હવાઇ સીમાનું પણ ઉલ્લંઘન કરવા માંડ્યુ છે. રવિવારે જમ્મુ-કાશ્મીરના પુછ સેક્ટરમાં એલઓસીની આસપાસ એક પાકિસ્તાની હેલિકૉપ્ટર દેખાયું હતું. આ હેલિકૉપ્ટે સીમાનું ઉલ્લંઘન કરીને ભારતમાં ઘૂસ્યુ હતું. ઘટના બપોરે 12 વાગે બની હતી.
રક્ષા મંત્રાલયના પીઆરઓએ પણ માહિતી આપતા જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાની હેલિકૉપ્ટરે ઘૂસણખોરી કરી હતી, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો.