પાકિસ્તાન ફસાયું તેની જાળમાં, ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કર્યાની કઈ રીતે કરી કબૂલાત? જાણો
જો કે પત્રકારોએ તેમને પૂછ્યું કે આ વાત કરીને તે સર્જીકલ સ્ટ્રાઈકની વાતનો સ્વીકાર કરે છે ત્યારે તે થોથવાઈ ગયા હતા. તેમણે પછી કહ્યું કે ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કરી હોવાની વાત ખોટી છે અને હું તો અંકુશરેખા પર બંને દેશો વચ્ચે થયેલા તોપમારાની વાત કરતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાજવાએ એવું પણ કહ્યું કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ભારતને જડબાતોડ જવાબ આપવા પાકિસ્તાની લશ્કર તૈયાર છે અને ભારતીય લશ્કર ફરી આવી ગુસ્તાખી કરશે તો તેનો જડબાતોડ જવાબ અપાશે. આ નિવેદન પણ સર્જીકલ સ્ટ્રાઈક થઈ હોવાનો સ્વીકાર જ છે.
નવી દિલ્લીઃ ભારતે પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી તેના કારણે પાકિસ્તાન હતપ્રભ છે પણ પોતાની આબરૂ બચાવવા આવી કોઈ સ્ટ્રાઈક થઈ જ નથી તેવી વાતો કરી રહ્યું છે. જો કે અજાણતામાં પાકિસ્તાને આ સ્ટ્રાઈક થઈ હોવાનું કબૂલ્યું છે.
પાકિસ્તાન આર્મીના પ્રવક્તા લેફટનન્ટ જનરલ અસિમ સલીમ બાજવાએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં પત્રકારોને સંબોધતાં કહ્યું કે સર્જીકલ સ્ટ્રાઈક દરમિયાન ભારતીય લશ્કરને મોટા પાયે નુકસાન થયું છે પણ ભારત આ નુકસાનની વાત છૂપાવી રહ્યું છે.
બાજવાએ બાગશરમાં પત્રકારોને કહ્યું હતું કે પાકિસ્તાની લશ્કરે ભારતીય લશ્કરને જોરદાર જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના સરકારી રેડિયો પાકિસ્તાને આ અહેવાલ આપ્યો છે. તેમણે કહ્યું કે અમને ખબર છે કે ભારતને નુકસાન થયું છે પણ ભારત તેને લગતી વિગતો જાહેર કરતું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -