ઇમરાન ખાને પાકિસ્તાન આવવા સિદ્ધુને ફરી આપ્યું આમંત્રણ, જાણો સિદ્ધુએ શું કહ્યું ?
નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ આપ્યું છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને ઇમરાન ખાને કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ પર આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનના આમંત્રણ પર સિદ્ધુએ કહ્યું કે ભારત સરકારની પરવાનગી લઈને જઈશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનમાં ઇમરાન ખાન 28 નવેમ્બરે અને ભારતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ 26 નવેમ્બરે કોરિડોરનું શિલાન્યાસ કરશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મોદી કેબિનેટે શીખ સમુદાયને મોટી ખુશખબરી આપતા કહ્યું હતું કે કરતારપુર કોરિડોરના વિકાસ માટે પાકિસ્તાન સરકાર પાસે આગ્રહ કરશે, ત્યારે સિદ્ધુએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
નવજોત સિદ્ધુ આ પહેલા ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાન ગયા હતા જેને લઈને ઘણો વિવાદ થયો હતો. સિદ્ધુ શપગ્રહણ સમારોહમાં ત્યાંના આર્મી ચીફ કમર જાવેદ બાજવાને ગળે મળ્યા હતા.જેના બાદ તીખી આલોચના પણ થઈ હતી. સિદ્ધુએ યાત્રા દરમિયાન કરતારપુર કોરિડોરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -