સાર્ક સંમેલનમાં સામેલ થવા PM મોદીને આમંત્રણ આપશે પાકિસ્તાન, જાણો વિગત
સાર્કના હાલ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકા એમ 8 સભ્યો છે. જમ્મુ-કાશ્મીરના ઉરીમાં 18 સપ્ટેમ્બર 2016ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારતે 2016માં આયોજિત સંમેલનમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો હતો. અંતિમ સાર્ક શિખર સંમેલન 2014માં કાઠમંડુમાં યોજાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા 19મા સાર્ક શિખર સંમેલનનું આયોજન 2016માં પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું. પરંતુ ભારત સહિત બાંગ્લાદેશ, ભૂટાન અને અફઘાનિસ્તાને આ સમિટમાં ભાગ લેવાનું ટાળતાં સંમેલન રદ કરવામાં આવ્યું હતું. અંતિમ સાર્ક સંમેલન 2014માં નેપાળમાં યોજાયું હતું.
નવી દિલ્હી/લાહોરઃ સાર્ક સંમેલનમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદીને પાકિસ્તાન આમંત્રણ મોકલશે. ડોન ન્યૂઝે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના માધ્યમથી આ જાણકારી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -