✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’, BSF સામે કરી ઉકસાવવા વાળી હરકત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Apr 2018 12:55 PM (IST)
1

2

3

પાકિસ્તાન તરફથી સમારોહમાં ઘૂસી આવેલા આ 'સિવિલિયન' પર બીએસએફે પોતાની કડક પ્રતિક્રિયા આપી છે. પ્રૉટોકૉલ અનુસાર સમારોહમાં બીએસએફ અને પાકિસ્તાની રેન્જર્સ જ સામેલ થઇ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રૉટેકૉલ તોડીવાને લઇને બીએસએફ પોતાની ફરિયાદ નોંધાવશે.

4

24 વર્ષના હસન અલીએ પાકિસ્તાન તરફથી 2 ટેસ્ટમાં 6 વિકેટ અને 30 વનડેમાં 62 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તેને 16 ટી-20 ઇન્ટરનેશનલમાં 21 વિકેટ મેળવી છે.

5

આ તે જ હસન અલી છે, જે પાકિસ્તાનની તે ટીમનો ભાગ હતો, જેને ગયા વર્ષે ચેમ્પિયન ટ્રૉફીની ફાઇનલમાં ભારતને હરાવી દીધું હતું. તે ફાઇનલમાં હસન અલીએ ત્રણ વિકેટ ઝડપી હતી.

6

બીએસએફના પ્રવક્તા અને ડીઆઇજી આરએસ કટારિયાએ કહ્યું, 'હું રજા પર છું, મે આ મામલાની પુછપરછ કરી છે. અટારીના એક બીએસએફ અધિકારીએ મને જણાવ્યું છે કે, પાકિસ્તાનની નેશનલ ક્રિકેટ ટીમ વાઘામાં સમારોહ જોવા આવી હતી. તેમની ટીમના ક્રિકેટરોમાંથી એકે ડ્રિલ દરમિયાન ઉકસાવા વાળો ઇશારો કરી દીધો. બાદમાં પાકિસ્તાની અધિકારીઓએ તે ખેલાડીને બેસાડી દીધો. જોકે આ બે દેશોની ફોર્સની ડ્રિલ છે, એટલા માટે બીએસએફ પાકિસ્તાન રેન્જર્સ પાસે વિરોધ નોંધાવશે.'

7

નવી દિલ્હીઃ પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ શનિવારે સાંજે વાઘા બોર્ડર પર પહોંચીને પોતાની હરકતોથી બધાને ચોંકાવી દીધા, દરરોજની જેમ ત્યાં ચાલી રહેલા ઝંડો ઉતારવાના રંગારગ કાર્યક્રમ દરમિયાન હસન અલીએ પાકિસ્તાન તરફના ભાગેથી બીએસએફના જવાનો અને ભારતીય દર્શકો તરફ ઇશારા કર્યા હતા.

8

ખાસ કરીને વિકેટ લીધા પછી હસનની મેદાનમાં જશ્ન મનાવવાની રીત ચર્ચામાં રહે છે અને હવે વાઘા બોર્ડર પર પણ પોતાની ટ્રેડમાર્ક સ્ટાઇલ બતાવવાનું ના ચૂક્યો. પાકિસ્તાની ક્રિકેટ ટીમ પોતાની ટ્રેનિંગ કેમ્પના અંતિમ તબક્કામાં વાઘા બોર્ડર પર પહોંચી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’, BSF સામે કરી ઉકસાવવા વાળી હરકત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.