બોર્ડર પર પાકિસ્તાનની 'ડબલ ગેમ', કાલે કરગર્યુ ને આજે બીએસએફ ચોકીઓ પર ફેંક્યા 27 મોર્ટાર બૉમ્બ, 5 જવાન ઘાયલ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ડબલ ગેમ રમાઇ રહી છે. બીએસએફની જવાબી કાર્યવાહીથી બેકફૂટ પર આવીને ભારતને ફાયરિંગ બંધ કરવાની અપીલ કરનારા પાકિસ્તાની રેન્જર્સે 24 કલાકથી પણ ઓછા સમયની અંદર પોતોનો રંગ બતાવી દીધો, રવિવારે રાત્રે પાકિસ્તાને ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવીને મોર્ટાર ફેંકવાનું શરૂ કરી દીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા રવિવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયર ઉલ્લંઘન પર ભારતની જવાબી કાર્યવાહી રોકવા વિનંતી કરી હતી. બીએસએફે રવિવારે દાવો કર્યો કે તેમણે પાકિસ્તાનની અનેક ચોકીઓ નષ્ટ કરી દીધી છે. જેમાં દુશ્મનના અનેક રેન્જર્સ માર્યા ગયા છે. બીએસએફે તેનો વીડિયો પણ જાહેર કર્યો છે. પાકિસ્તાન તરફથી શુક્રવારે કરવામાં આવેલા ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો હતો. ચાર નાગરિકોના પણ મોત થયા હતા.
શુક્રવારે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં કુપવાડાના હંદવાડામાં આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી દીધી હતી. એન્કાઉન્ટરમાં સેનાએ 4 આતંકીઓને ઠાર માર્યા હતા.
બીએસએફ મુજબ, પાકિસ્તાને 16 અને 17 મેની રાતે હીરાનગર, અરનિયા અને આરએસ પુરા સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘન કર્યું. જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો અને એક અધિકારી સહિત 7 જવાન ઘાયલ થયા હતા. ચાર નાગરિકોના પણ મોત થયા હતા.
પાકિસ્તાને શુક્રવારે ભારત પર ઉલટું સીઝફાયર વાયોલેશનનો આરોપ લગાવ્યો હતો. તેણે ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિસારિયાને બોલીવીને વાંધો વ્યક્ત કર્યો હતો.
બીએસએફે ભારતીય સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં પાકિસ્તાની ચોકીઓ નષ્ટ થતી જોવા મળી રહી છે. પાકિસ્તાન રેન્જર્સ પણ માર્યા ગયા છે.
બીએસએફના સુત્રો અનુસાર, પાકિસ્તાની સેનાએ રવિવારે મોડીરાત્રે જમ્મુ-કાશ્મીરના અરનિયા, રામગઢ અને ચામલિયાલમાં બીએસએફ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં મોર્ટાર પણ ફોડવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -