તણાવની વચ્ચે પંજાબમાં મળ્યું જાસૂસ કબૂતરઃ પીંછા પર ઉર્દુમાં કેટલાક શબ્દો લખ્યા છે
વર્ષ 2015માં પણ ગુજરાત પોલિસે સલાયા એસ્સાર જેટ્ટીથી અંદાજે પાંચ સમુદ્રી માઈલ દુર ઇલેક્ટ્રોનિક ચિપ લાગેલ એક કબૂતર મળી આવ્યું હતું.
આ અંગે મુકેરિયાના ડીએસપીએ ભુપિંદર સિંહે જાણકારી આપી હતી કે, કબૂતરના પીંછા પર નંબર અને શરીર પર ઉર્દુમાં કેટલાક શબ્દો લખેલા છે. પંજાબ પોલિસને શંકા છે કે, આ કોઈનો મોબાઈલ નંબર હોઈ શકે છે અથવા કબૂતર દ્વારા કોઈ ગુપ્ત મેસેજ મોકલવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, ઉર્દુમાં લખેલ શબ્દોનો અનુવાદ કરાવવામાં આવ્યો તો તેનો મતલબ રવિવાર, બુધવાર અને શુક્રવાર નિકળ્યો છે. પંજાબ પોલિસ આ મામલે તપાસ કરી રહી છે. સૂત્રો અનુસાર પંજાબ પોલિસની તપાસમા મળેલ ઇનપુટને આર્મી ઇન્ટેલિજન્સને સોંપવામાં આવ્યા છે.
ચંદીગઢઃ ઉરીમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવની વચ્ચે એક જાસૂસ કબૂતરે ભારતીય ઇન્ટેલિજન્સના હોશ ઉડાવી દીધા છે. આ કબૂતર પંજાબના હોશિયારપુરમાં પકડવામાં આવ્યું છે. કહેવાય છે કે, તેની પાંખ પર ઉર્દુમાં કેટલાક શબ્દો લખેલા છે. પોલિસને શંકા છે કે કબૂતર પાકિસ્તાનથી આવ્યું છે.