ભારતના વિરોધ બાદ પેલેસ્ટાઇને પાક.માંથી રાજદૂતને પરત બોલાવ્યા, હાફિઝ સાથે સ્ટેજ પર હતા હાજર
આ ઘટનાના માત્ર 8-10 દિવસ પહેલા જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં મતદાન કર્યું હતું અને પેલેસ્ટાઈનમાં પોતાના દૂતાવાસની જગ્યાને બદલવાનો વિરોધ કર્યો હતો. પરંતુ એક અઠવાડિયા બાદ જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરાયેલા આતંકી સાથે પેલેસ્ટાઈનના રાજદૂત નજરે પડતા ભારતને મોટો આઘાત લાગ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતને કૂટનીતિ મુદ્દે મોટી સફળતા મળી છે. ભારતના વિરોધ બાદ પેલેસ્ટાઇને તેના પાકિસ્તાન સ્થિત રાજદૂતને પરત બોલાવી લીધા છે. પેલેસ્ટાઈનના રાજદૂત વલીદ અબૂ અલી મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના એક સમારોહમાં સામેલ થયા હોવાનો વીડિયો અને તસવીરો સામે આવી હતી. જેનો ભારતે આકરો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી 2018માં પેલેસ્ટાઇનની મુલાકાતે જવાના છે. વિદેશ મંત્રાલય તેની તૈયારીમાં પણ લાગી ગયું છે. ભારતના આકરા વિરોધ બાદ પેલેસ્ટાઇનને તેની ભૂલનો અહેસાસ થવાની સાથે એવો પણ ડર લાગ્યો મોદી હાફિઝ સઇદ સાથે વલીદ અબુની મુલાકાતથી પીએમ મોદી પ્રવાસ રદ ન કરી દે. જે બાદ કાર્યવાહીના ભાગરૂપે પેલેસ્ટાઇને તેના પાકિસ્તાન સ્થિત રાજદૂતને પરત સ્વદેશ બોલાવી લીધા છે.
ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબૂ અલ હઈઝાએ ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે, “પાકિસ્તાનમાં અમારા રાજદૂતે જે કર્યું તે અમારી સરકારને સ્વીકાર્ય નથી. પેલેસ્ટાઈનની સરકાર આતંક વિરૂદ્ધના યુદ્ધમાં ભારતનું સમર્થન કરે છે.” ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, પેલેસ્ટાઈને વિશ્વાસ અપાવ્યો છે કે, આ બાબતે તેઓ ઉચિત કાર્યવાહી કરશે. પેલેસ્ટાઈને ભારતને સંદેશ આપતા કહ્યું કે, તેઓ ભારત સાથેના સંબંધોને ગંભીરતાથી લે છે અને આતંક સામેની લડાઈમાં તેઓ ભારત સાથે ઉભા રહેવાનું વચન આપે છે. પેલેસ્ટાઈન ભારત વિરૂદ્ધ આતંકી ગતિવિધિઓને અને ષડયંત્ર કરનાર લોકો સાથે સંબંધ રાખશે નહી.
પાકિસ્તાનમાં પેલેસ્ટાઇનના રાજદૂત વલીદ અબૂ અલી આતંકી હાફિઝ સઇદ સાથે મંચ શેર કરતા જોવા મળ્યા હતા. આ રેલનીને જે જાણકારી સામે આવી હતી તે મુજબ આભારત વિરોધી રેલી હતી. રાવલપિંડીમાં પેલેસ્ટાઇનના રાજદૂત વાલિદ અબૂ અલીએ દિફાઇ-એ-પાકિસ્તાન કાઉન્સિલ વતી આયોજિત એક વિશાળ રેલીમાં હિસ્સો લીધો હતો. દિફાઇ-એ-પાકિસ્તાન કાઉન્સિલ ઇસ્લામી સમૂહોનું સંગઠન છે. જેમાં હાફિઝનું સંગઠન પણ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -