✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પનામા પેપર્સ ફરીથી ચર્ચામાં, આ વખતે ભારતના આ ધનકુબેરોના નામ આવ્યા સામે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jun 2018 03:00 PM (IST)
1

નવા દસ્તાવેજો અનુસાર, બ્રિટીશ વર્ઝન આઇલેન્ડ સ્થિત કંપની માર્ડી ગ્રેસ હૉલ્ડિંગ્સના માલિક લોકેશ શર્માએ વર્ષ 2016 માં પનામાં પેપર્સ લીકના બાદ કંપનીમાં પોતાની ભાગીદારી 30 ગણા સુધી વધારી દેવામાં આવી છે.

2

બે વર્ષ પહેલા લીક થયેલા પેપર્સમાં અમિતાભ બચ્ચનું નામ ત્રણ કંપનીયો લેડી શિપિંગ, ટ્રેઝર શિંપિંગ અને સી બલ્ક શિપિંગ સાથે જોડવામાં આવ્યું હતું, પણ ત્યારે તેમને આ કંપનીઓ કે ટેક્સ હેવન દેશોમાં કોઇપણ એસેટ સાથેના સંબંધનો ઇનકાર કરી દીધો હતો.

3

રિપોર્ટના અનુસાર, ટેક્સ હેવન દેશોની કંપની સાથે સંબંધ રાખનારા અન્ય ભારતીયોમાં- શિવ વિક્રમ ખેમકા- સન ગ્રુપના પ્રમુખ નંદલાલ ખેમકાના પુત્ર, અમિતાભ બચ્ચન- સુપરસ્ટાર એક્ટર, જહાંગીર સોરાબજી- પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીના પુત્ર, કેપી સિંહ- ડીએલએફ સમુહના પ્રમુખ, અનુરાગ કેજરીવાલ - લોકસત્તા પાર્ટીના પૂર્વ નેતા, નવીન મેહરા- મેહરાસન્સ જ્યૂલર્સના માલિક, હાજરા ઇકબાલ મેમન- અંડરવર્લ્ડ ડૉન ઇકબાલ મિર્ચીની પત્ની મુખ્ય છે.

4

પનામા પેપર્સના પહેલા લીકેમાં કેટલાક ભારતીય કારોબારીઓનો ટેક્સ હેવન દેશોમાં કંપની બનાવીને ધન છુપાવી રાખાવાની વાત સામે આવી હતી. જેને મોટાભાગના કારોબારીઓ ફગાવી દીધી હતી. પણ હવે નવા લીક થયેલા દસ્તાવેજોથી જુના લાગેલા આરોપો નક્કી થઇ રહ્યાં છે.

5

નવી દિલ્હીઃ પનામા પેપર્સ ફરીથી ચર્ચમાં આવ્યા છે. બે વર્ષ પહેલા પનામાના લૉ ફર્મ મોસ્સાક ફૉન્સેકાના કેટલાક લીક પેપર્સમાં આ વાત સામે આવી હતી કે ભારત સહિત દુનિયાભરના ખાસ લોકો, વેપારીઓએ ટેક્સ હેવન કહેવાતા દેશોમાં કાળુંનાણું છુપાવ્યું છે. હવે ફરીથી આ ફર્મના કેટલાક એવા દસ્તાવેજો સામે આવ્યા છે જેમાં કેટલાક નામ એવા બહાર આવ્યા છે અને જુના વેપારીઓ પર ટેક્સ ચોરીનો આરોપ કેટલાક પુરતા થયા છે.

6

લીક થયેલા પનામા પેપર્સમાં કેટલાય દિગ્ગજ ભારતીય કારોબારીઓના નામ સામે આવ્યા છે. આમાં પીવીઆર સિનેમાંના માલિક અજય બિજલી અને તેના પરિવારના સભ્યો, હાઇક મેસેજન્જરના સીઇઓ અને ટેલિકૉમ દિગ્ગજ સુનીલ મિત્તલના પુત્ર ક્વીન મિત્તલ, એશિયન પેઇન્ટ્સના સીઇઓ અશ્વિન દાણીના પુત્ર જલજ દાણી સામેલ છે.

7

રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે એક મલ્ટી એજન્સી ગ્રુપ (MAG) બનાવ્યું છે, જે લિસ્ટમાં સામેલ 426 ભારતીયો વિશે તપાસ કરી રહ્યું છે. આ તપાસના આધાર પર લગભગ 1,000 કરોડના કાળુંનાણી તપાસ કરવામાં આવી છે.

8

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ઇન્ટરનેશનલ કન્સોર્શિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટએ 12 લાખથી વધુ દસ્તાવેજોની તપાસ કરી છે. આમાં ઓછામાં ઓછા 12,000 નવા દસ્તાવેજો ભારતીયો સાથે સંબંધિત છે. બે વર્ષ પહેલ સામે આવેલા મોસ્સાક ફોન્સેકાના દસ્તાવેજોમાં 500 ભારતીયોના નામ હતા. પનામા પેપર્સ સૌથી પહેલા જર્મનીના ન્યૂઝપેપર સ્યૂઝ ડોયચે જેઇટૂંગને મળ્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • પનામા પેપર્સ ફરીથી ચર્ચામાં, આ વખતે ભારતના આ ધનકુબેરોના નામ આવ્યા સામે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.