પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ, લોકસભા પહેલા રાજ્યમાં મોટુ ઇલેક્શન
ચૂંટણી પંચ અનુસાર, આજે 621 જિલ્લા પંચાયતો, 6,157 પંચાયત સમિતિઓ અને 31,827 ગ્રામ પંચાયતોમાં મતદાન થઇ રહ્યુ છે. ચૂંટણીમાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અસમ, ઓડિશા, સિક્કિમ અને આંધ્રપ્રદેશમાંથી લગભગ 1,500 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન પહેલા રવિવારે સુરક્ષાદળોએ માર્ચ કરી હતી.
વિપક્ષ પર પલટવાર કરતાં ટીએમસીએ કહ્યું કે વિપક્ષ ચૂંટણીમાં હારને જોતા આવુ નિવેદન આપી રહ્યું છે. મમતાએ લોકોને કામને મત આપવા અપીલ કરી હતી.
ચૂંટણી પહેલા જબરદસ્ત પ્રચાર થયો અને આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ થઇ. વિપક્ષે મમતા સરકાર પર આરોપ લગાવ્યો તો મમતા સરકારે પણ પલટવાર કર્યો હતો. વિપક્ષનો આરોપ હતો કે ઉમેદવારી દરમિયાન મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ હિંસા ફેલાવી હતી.
નવી દિલ્હીઃ લાંબી કાયદાકીય લડાઇ બાદ છેવટે આજે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યુ છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાનની ગણતરી 17 મેએ થશે. 2019માં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણીને ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. આ ચૂંટણી માત્ર એક તબક્કામાં થઇ રહી છે.