✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પન્નીરસેલ્વમનો શશિકલા સામે ખુલ્લો બળવો, કહ્યું- મને રાજીનામુ આપવા કરાયુ દબાણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Feb 2017 10:30 AM (IST)
પન્નીરસેલ્વમનો શશિકલા સામે ખુલ્લો બળવો, કહ્યું- મને રાજીનામુ આપવા કરાયુ દબાણ
1

પન્નીરસેલ્વમના ઘટસ્ફોટ બાદ શશિકલાના જૂથમાં હડકંપ છે. શશિકલાના ઘર પોએસ ગાર્ડનમાં નેતાઓની ભીડ જમા થઈ રહી છે. અડધી રાત્રે શશિકલાના ઘરમાં થયેલી બેઠક બાદ તરત જ પન્નીરસેલ્વમને પાર્ટીના કોશાધ્યક્ષ પદેથી હટાવવાનું ફરમાન કરવામાં આવ્યા છે. અને શશિકલાએ પન્નીરસેલ્વમ પર નિશાન સાધ્યું હતું. શશિકલાએ કહ્યું કે પાર્ટીમાં કોઈ સમસ્યા નથી. અમે એક પરિવારની જેમ છીએ. મેં પન્નીરસેલ્વમ પર કોઈ પણ પ્રકારનું દબાણ કર્યુ નથી. પન્નીરસેલ્વમે કોષાધ્યક્ષ પદેથી હટાવવા અંગે કહ્યું કે, મને અમ્માએ 10 વર્ષ પહેલા કોષાધ્યક્ષ બનાવ્યો હતો. આ પદ પરથી મને હટાવવાનો કોઈને અધિકાર નથી.

2

પન્નીરસેલ્વમે શશિકલાનું નામ તો ન લીધું પણ કહ્યું કે જયલલિતાની જગ્યાએ તેમને શશિકલા મંજૂર નથી. તેમણે કહ્યું કે, ‘અમ્મા ઈચ્છતા હતા કે હું મુખ્યમંત્રી બનું. અને મધુસૂદન પાર્ટીના મહાસચિવ રહે. જો સમર્થકો ઈચ્છશે તો હું રાજીનામું પાછું ખેંચી લઈશ. જે લોકોના હિતની રક્ષા કરી શકે તેણે મુખ્યમંત્રી બનવું જોઈએ.’

3

પન્નીરસેલ્વમ પ્રેસ કોન્ફરંસ કરવાના છે અને બીજી બાજુ શશિકલાએ વિધાયકોની બેઠક બોલાવી છે. એઆઈએડીએમકેની ઓફિસની બહાર પણ પોલીસદળ ખડકી દેવામાં આવ્યું છે. જયલલિતાની સમાધિ પર 40 મિનિટ સુધી ધ્યાન લગાવ્યા બાદ પન્નીરસેલ્વમે મીડિયા સામે આવીને જે કહ્યુ તે તમિલનાડુની રાજનીતિમાં ભૂકંપ સમાન હતું. પન્નીરસેલ્વમે કહ્યું કે, ‘મેં રાજીનામુ આપ્યું કારણકે મને રાજીનામુ આપવા લાચાર કરવામાં આવ્યો હતો. મને સતત અપમાનિત કરવામાં આવતો હતો.’

4

ચેન્નાઈ: આજનો સૌથી મોટો સવાલ એ છે કે શું જયલલિતાની પાર્ટી તૂટી જશે.જે પન્નીરસેલ્વમે જયલલિતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા તે જ પન્નીરસેલ્વમે મુખ્યમંત્રી બનવા જઈ રહેલા શશિકલાની સામે બળવ કર્યો છે. પાર્ટીમાં બે જૂથ થઈ ગયા છે. પન્નીરસેલ્વમના ઘરની બહાર અમ્મા (જયલલિતા) અને ચિન્નમા (શશિકલા)ના પોસ્ટર લાગ્યા હતા તેમાંથી શશિકલાના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પન્નીરસેલ્વમનો શશિકલા સામે ખુલ્લો બળવો, કહ્યું- મને રાજીનામુ આપવા કરાયુ દબાણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.