રાષ્ટ્રપતિના અભિભાષણની સાથે આજે શરૂ થયું બજેટ સત્ર, આવતીકાલે પિયુષ ગોયલ રજૂ કરશે વચગાળાનું બજેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Jan 2019 09:54 AM (IST)
1
આ વર્ષ થવા જઇ રહેલી લોકસભાની ચૂંટણીના ઠીક પહેલા આ અંતિમ સંસદીય સત્ર છે. આનુ શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણની સાથે થવાની છે. રાષ્ટ્રપતિ સવારે 11 વાગે સંસદના સેન્ટ્રલ હૉલમાં બન્ને ગૃહના સંયુક્ત સદનને સંબોધિત કરશે.
2
આવતીકાલે રજૂ થનારુ બજેટ મોદી સરકારના હાલના કાર્યકાળનું છેલ્લુ બજેટ છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર આ બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગને અનુલક્ષીને જાહેરાતો કરી શકે છે. બજેટ પહેલા આર્થિક સર્વક્ષણ રજૂ થવાની શક્યતા નથી.
3
4
નવી દિલ્હીઃ આગામી 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર આવતીકાલે એટલે કે 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આજથી શરૂ થઇ રહેલા બજેટ સત્રને લઇને સંસદીય કાર્યમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એક સર્વદલીય બેઠક બોલાવી છે. વળી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રાજ્યસભાના સાંસદોની બેઠક બોલાવી છે.