સંસદમાં ગુંજ્યો રાફેલ ડીલ મામલો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા અનેક આરોપ, કહ્યું- 'PMએ જ અંબાણીને અપાવ્યો કૉન્ટ્રાક્ટ'
જો આ કૉન્ટ્રાક્ટ HALને મળ્યો હોય તો દેશના યુવાનોને રોજગારી મળતી, મોદી સરકારે દેશના યુવાનો સાથે દગો કર્યો છે. સંસદમાં રાહુલ ગાંધીએ અંબાણીનું પણ નામ લીધુ, જેના પર સુમિત્રા મહાજને તેને નામ ના લેવા કહ્યું હતું, કેમકે તે સંસદના સભ્ય નથી.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આ સરકારે 126 વિમાનોની ડીલ બદલી દીધી અને 126 વિમાનોથી ઘટાડીને 36 કરી દીધી. ઉપરાંત ગોવાના મંત્રીની કથિત ઓડિયો ટેપ પર સંસદમાં ચલાવવાની માંગ કરી હતી, જેને લઇને કોંગ્રેસે મનોહર પરિકર અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતું. આના પર અરુણ જેટલીએ પણ વિરોધ નોંધાવ્યો હતો.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં રાફપેલ ડીલ પર થઇ રહેલી ચર્ચામાં ભાગ લીધો. આ દરમિયાન તેને પીએમ મોદી પર જબરદસ્ત એટેક કર્યો. રાહુલે કહ્યું મોદી સરકારે HAL પાસેથી કૉન્ટ્રાક્ટ ઝૂંટવીને અનિલ અંબાણીને અપાવી દીધો છે, જેનાથી દેશના યુવાનોને મોટુ નુકશાન થયુ છે.
રાહુલે કહ્યું ગઇ વખતે પીએમ મોદીએ કલાક લાંબુ ભાષણ આપ્યુ પણ રાફેલ ડીલ પર 5 મિનીટ પણ બોલ્યા નહીં. સાથે રાહુલ ગાંધીએ જેપીસીની પણ માંગ કરી હતી.