UPSC ની પરીક્ષા અને પાસપોર્ટ ફીમાં વધારો કરવા નાણાં મંત્રાલયે આપ્યા નિર્દેશ
નવી દિલ્લીઃ ઇકૉનોમિક્સ ટાઇમ્સ આવેલા અહેવાલ અનુસાર નાણા મંત્રાલયે પાસપોર્ટ વિભાગને નિર્દેશ આપ્યો છે કે, તે પોતાની ફીમાં વધારો કરે જેથી કરીને સર્વિસ આપવામાં માટે થયેલા ખર્ચને રિકવર કરી શકાય. નાણાં મંત્રાલયે બજેટને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગને કહ્યું છે કે, જલ્દીમાં જલ્દી સર્વિસ ફી વધારવામાં આવે. મંત્રાલયે કહ્યું છે કે, સરકાર આ સર્વિસમાં ઘણા સમયથી સબસિડી આપી રહી છે.
પાસપોર્ટ વિભાગની સાથે સાથે મંત્રાલયે UPSC ને પણ પરીક્ષાની ફી વધારવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં એક પરીક્ષા માટે UPSC 100 રૂપિયા લે છે.
મંત્રાલયનું કહેવું છે કે, સરકાર પાસપોર્ટ અને લાઇસન્સ માટે ઑનલાઇન સુવિધા આપી રહી છે. અને આ સર્વિસને ચાલુ રાખવા માટે સરકારને વધુ આર્થિક ખર્ચ કરવો પડે છે. આ પહેલા પાસપોર્ટ વિભાગે સપ્ટેંબર 2012માં ફિમાં વધારો કરીને 1,000 થી વધારીને 1,500 કર્યો હતો.