હોસ્પિટલના ICU વોર્ડમાં બેડ પરથી પડી જતાં દર્દીનું થયું મોત, છતાં પકડાવ્યું આટલું મોટું બિલ, જાણો વિગત
નવીન બીપીએલ કેટેગરીમાં સારવાર કરાવતો હતો. તેમ છતાં આટલી મોટી રકમનું બિલ આપવા અને દર્દીના મોત થવા પર પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો કર્યો. સેક્ટર 50 પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની લેખિત ફરિયાદ કરવામાં આવી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ વિસરાસ સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા છે.
બાદમાં પરિવારજનો જ્યારે નવીનને મળ્યા ત્યારે ખબર પડી કે માથામાં 12 ટાંકા આવ્યા છે. આ કારણે તેની યાદશક્તિ પણ જતી રહી છે. નવીનના પરિવારજનોએ તેને બીજી હોસ્ટિલમાં લઈ જવાની વાત કરી તો ડોક્ટરોએ ના પાડી દીધી. આ દરમિયાન ગુરુવારે રાતે નવીને જીવ ગુમાવી દીધો.
મળતી માહિતી મુજબ 41 વર્ષના નવીન ઠકરાલને ડાયાબિટીઝની સારવાર માટે 29 સપ્ટેમ્બરે આર્ટિમિસ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. નવીનના ભાઈ સંજયે પોલીસને જણાવ્યું કે, ડોક્ટરોએ તેમને બહાર બેસવા કહ્યું હતું. થોડીવાર પછી નવીન બેડ પરથી પડી ગયો હોવાની ખબર પડી હતી. તેના માથામાં ઈજા થઈ હતી. ડોક્ટરોએ કહ્યું કે, માથા પર માત્ર બે ટાંકા આવ્યા છે.
ગુડગાંવઃ હરિયાણાના ગુડગાંવની જાણીતી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ એક દર્દીનું બેડ પરથી પડી જવાના કારણે મોત થયું. એટલું જ નહીં હોસ્પિટલે મૃતકના પરિવારજનોને 7 લાખ રૂપિયાનું બિલ પણ પકડાવી દીધું. જેમાંથી ગમે તેમ કરીને 2 લાખ રૂપિયા જમા પણ કરાવી લીધા. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.