મોબાઈલની કોન્ટેક્ટ બુકમાં અચાનક દેખાવા લાગ્યો આધાર હેલ્પલાઈન નંબર, UIDAIએ શું આપ્યો જવાબ?
અચાનક જ દેખાતા યૂઆઈડીએઆઈના હેલ્પલાઇન નંબર અંગે આધાર ઓથોરિટીએ ટ્વિટ પર એક નિવેદન પણ આપ્યું છે. જેમાં જણાવ્યું કે આ 1800-300-1947 નંબર જૂનો થઈ ચૂક્યો છે, ઓથોરિટીએ લખ્યું કે આ ટોલ ફ્રી નંબર બે વર્ષથી બંધ થઈ ચૂક્યો છે. અને તેના બદલે હવે માત્ર 1947 નંબર કામ કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉના હેલ્પલાઇન નંબર 800-300-1947ને બદલીને 1947 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નંબર એન્ડ્રોઇડ યૂઝર્સના ફોનમાં જ સેવ મળી રહ્યો છે.
આધાર બનાવતી સંસ્થાએ આ પણ કહ્યું કે, કેટલાક લોકો દ્વારા આ મામલે સામાન્ય નાગરિકોને ભ્રમિત કરવા અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. UIDAI એ એમ પણ સ્પષ્ટ કર્યું છે કે, જે નંબર લોકોના ફોનમાં સેવ છે, તે છેલ્લા 2 વર્ષથી જ ઇનવેલિડ છે. UIDAIનો નવો ટોલ ફ્રી નંબર 1947 છે.
નવી દિલ્હી: શુક્રવારે સવારે હજારો સ્માર્ટફોન યૂઝર્સના ફોન કોન્ટેક્ટ લીસ્ટમાં આધાર ઓથોરિટી યૂઆઈડીએઆઈનો ટોલ ફ્રી નંબર 1800-300-1947 અચાનક ડિફોલ્ટ તરીકે સેવ થયેલો જોવા મળ્યો. પોતાની ફોન બુકમાં આધારનો ટોલ ફ્રી નંબર સેવ થયેલો જોઇને સ્માર્ટફોન યૂઝર્સને શૉક લાગ્યો.જેના કારણે સોશિયલ મીડિયા યૂઝર્સે પોતાની પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવતાં આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -