✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

RBIએ બંધ કર્યું રૂપિયા 2,000ની નોટનું પ્રિન્ટિંગ, રૂપિયા 500ની નોટનું વધાર્યું છાપકામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 May 2018 09:48 PM (IST)
1

નાણા વિભાગના સચિવ ગર્ગે જણાવ્યું કે, રૂ. 2000ની નોટ રૂ. 500, 200 અને 100ની સરખામણીએ ઓછી ચલણમાં રહે છે. રૂ. 2000ની નોટથી લેણદેણમાં પણ લોકોને તકલીફ થઈ રહી છે. તેથી અમે રૂ. 500ની નોટનું પ્રિન્ટિંગ વધારી દીધું છે. હવે રોજ 2.5થી 3 કરોડની કિંમત સુધીની રૂ. 500ની નોટનું પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તે માંગ કરતા વધારે છે. તેમણે કહ્યું કે, અમે લોકોની લેણ-દેણની જરૂરિયાત પર ધ્યાન આપી રહ્યા છીએ.

2

ગર્ગે જણાવ્યું કે, સમગ્રદેશમાં રૂ. 2 હજારની નોટોનું કુલ રૂ. સાત લાખ કરોડની નોટ ચલણમાં છે. તે જરૂરિયાત કરતા વધારે છે. તેથી હવે વધારે રૂ. 2,000ની નોટ છાપવામાં આવતી નથી. હાલ સરકારે રૂ. 2,000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કર્યું છે.

3

ગર્ગે કહ્યું છે કે, આખા દેશની વાત કરવામાં આવે તો, કેશની સ્થિતિ હાલ ઘણી સારી છે. અત્યારે લોકો સુધી જરૂરિયાત પ્રમાણે ઘણી કેશ પહોંચાડવામાં આવી રહી છે અને વધેલી માગને પણ સારી રીતે પૂરી કરવામાં આવી રહી છે. હાલ દેશમાં કેશની કોઈ કમી નથી.

4

તેમણે કહ્યું કે, દેશમાં કેશની લેણ-દેણની સ્થિતિ સારી થઈ શકે અને રૂ. 500ની નોટની વધતી માગણીને પૂરી કરી શકાય તે માટે તેનું પ્રિન્ટિંગ વધારવામાં આવ્યું છે. ગર્ગે વધુમાં જણાવ્યું કે, ગયા સપ્તાહે જ અમે સમગ્ર દેશના કેશની સ્થિતિ જોઈ છે અને અમને ખબર પડી છે કે, 85 ટકા એટીએમ લોકોની જરૂરિયાતને પૂરી કરી રહ્યા છે.

5

નવી દિલ્હી: કેશની અછતને પૂરી કરવા માટે સરકારે રૂ. 500ની નોટોનું પ્રિન્ટિંગ વઘારી દીધું છે. રિઝર્વ બેન્ક હવે રોજ રૂ, 500ની અંદાજે 3 હજાર કરોડની કિંમતની નોટો છાપી રહી છે. નાણા વિભાગના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે આ માહિતી રવિવારે આપી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • RBIએ બંધ કર્યું રૂપિયા 2,000ની નોટનું પ્રિન્ટિંગ, રૂપિયા 500ની નોટનું વધાર્યું છાપકામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.