અમેરિકાના વિઝા લેવા માટે ન્યુડ થવામાં લોકોને વાંધો નથી પણ આધાર લિંક કરાવવામાં રોદણાં રડવા બેસે છે, ક્યા કેન્દ્રીય પ્રધાને કર્યું આ નિવેદન
બીજેપી નેતાએ કહ્યું કે, પરંતુ જ્યારે ભારત સરકાર જે પોતાની સરકાર છે, તે તમારી પાસે ફક્ત તમારુ નામ અને એડ્રેસ માંગે છે ત્યારે દેશમાં એક મોટી ક્રાંતિ શરૂ થઇ જાય છે અને કહેવામાં આવે છે કે આ લોકોની પ્રાઇવેસીમાં ઘૂસણખોરી છે. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે કેટલી હદે જઇ શકીએ છીએ. સુપ્રીમ કોર્ટને નિર્ણય લેવા દો.
કોચિઃ કેન્દ્રિય મંત્રી કે.જે અલ્ફોન્સે સરકારના આધાર કાર્યક્રમ પર સવાલ ઉઠાવનારા લોકો પર નિશાન સાધતા કહ્યું કે, લોકો અમેરિકાના વિઝા મેળવવા માટે વ્હાઇટ લોકોની સામે ન્યૂડ થવા માટે તૈયાર થઇ જાય છે પરંતુ પોતાની સરકારને મૂળભૂત જાણકારી આપવાને લઇને આનાકાની કરે છે.સાંસ્કૃતિક તેમજ પ્રવાસન રાજ્યમંત્રી અલ્ફોન્સે આશ્વાસન આપ્યું હતું કે, આધાર હેઠળ જમા કરવામાં આવેલી જાણકારી સુરક્ષિત છે અને દાવો કર્યો હતો કે, ડેટા હેક કરવાની રિપોર્ટ્સ ખોટા છે.
આધારનો વિરોધ કરી રહેલા લોકો પર હુમલો કરતા અલ્ફોન્સે કહ્યું કે, અમેરિકાના વિઝા મેળવવા માટે તમે 10 પેજની સૂચના આપો છો. તેમાં એવી જાણકારી હોય છે જે તમે ક્યારેય તમારી પત્ની કે પતિને આપી હોતી નથી પરંતુ એક વ્હાઇટ પર્સનને આપી દો છો. આપણને ત્યાં જઇને ફિંગરપ્રિન્ટ્સ અને આંખને સ્કેન કરાવવામાં અને ધોળિયા વ્યક્તિ સામે જઇને ન્યૂડ થવામાં કોઇ વાંધો નથી.