પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, ડીઝલની કિંમત ઐતિહાસીક ટોચ પર પહોંચી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Apr 2018 08:55 AM (IST)
1
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પર જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીજલના વધતા ભાવે સરકાર અને જનતાને ચિંતામા નાખી દિધા છે. દેશમાં પેટ્રોલનો ભાવ 55 મહિનાની ટોચ પર પહોંચ્યો છે.
2
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતા સતત વધારાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
3
દેશમાં પેટ્રોલનો ભાવ 55 મહિનાની ટોચ પર પહોંચ્યો છે. ડીઝલ અત્યાર સુધીનું સૌથી મોંઘું થયું છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ 73 રૂપિયા 26 પૈસા તો ડીઝલનો ભાવ 70 રૂપિયા પર પહોંચ્યો છે.
4
નવી દિલ્લી: પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળ્યા છે. પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પેટ્રોલ-ડીઝલના ભાવ પહોંચ્યો છે. દિલ્લીમાં પેટ્રોલનો ભાવ 74.08 રૂપિયા અને મુંબઈમાં પેટ્રોલનો ભાવ 82 રૂપિયા, ડીઝલનો ભાવ દિલ્લીમાં 65.31 રૂપિયા અને મુંબઈમાં 70 રૂપિયા છે.