ચૂંટણી બાદ સતત વધેલી પેટ્રૉલ-ડિઝલની કિંમતોમાં 16 દિવસ બાદ આવ્યો ઘટાડો, જાણો કેટલાની મળી રાહત
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક ચૂંટણી દરમિયાન 19 દિવસ સુધી પેટ્રૉલ અને ડિઝલની કિંમતોમાં કોઇ વધારો નથી કરવામાં આવ્યો. ત્યારથી સતત ઇંધણની કિંમતોમાં વધારો ચાલુ હતો. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવી રહેલી રેકોર્ડ વૃદ્ધિને આનું કારણ બતાવવામાં આવ્યું હતું.
આ પહેલા પેટ્રૉલ-ડિઝલની વધતી કિંમતોને લઇને કેન્દ્રીય પેટ્રૉલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને પેટ્રૉલ ડીલર એસોશિએશનની સાથે બેઠક કરી હતી પણ આ બેઠકથી સામાન્ય માણસને કોઇ રાહત મળી ન હતી.
ગઇ 23 મેએ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તે પેટ્રૉલ અને ડિઝલની વધતી કિંમતોથી રાહત અપાવવા માટે દિર્ધકાલીન સમાધાન લાવવા પર કામ કરી રહી છે. સરકારે કહ્યું હતું કે, અમે ઉતાવળમાં કોઇ નિર્ણય નહીં લઇએ.
ગઇ 23 મેએ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તે પેટ્રૉલ અને ડિઝલની વધતી કિંમતોથી રાહત અપાવવા માટે દિર્ધકાલીન સમાધાન લાવવા પર કામ કરી રહી છે. સરકારે કહ્યું હતું કે, અમે ઉતાવળમાં કોઇ નિર્ણય નહીં લઇએ.
કોલકત્તામાં ડિઝળની કિંમતમાં 56 પૈસાનો ઘટાડો કરતાં 71.30 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 59 પૈસા ઘટાડીને 73.20 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઇમાં 60 પૈસાનો ઘટાડો કરતાં 72.58 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે.
તેલ કંપનીઓ કોલકત્તામાં પેટ્રૉલની કિંમત 59 પૈસાનો ઘટાડો કરતાં 80.47 રૂપિયા, મુંબઇમાં 59 પૈસા ઘટતા 85.65 રૂપિયા અને ચેન્નાઇમાં 63 પૈસા ઘટતા 80.80 રૂપિયા પ્રતિ લીટર કરી દેવાઇ છે.
કર્ણાટક ચૂંટણી બાદ પેટ્રૉલ અને ડિઝલની કિંમતોમાં જે વધારો શરૂ થયો હતો, તેના પર હવે બ્રેક લાગી છે. આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં નરમાશ બાદ સરકાર પર પેટ્રૉલ-ડિઝલના ભાવ ઓછા કરવાનું દબાણ હતું.
દિલ્હીમાં પેટ્રૉલની કિંમત 60 પૈસા ઘટીને 77.83 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલની કિંમત 56 પૈસા ઘટીને 68.75 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.
નવી દિલ્હીઃ કર્ણાટક ચૂંટણી બાદ સતત 16 દિવસ સુધી પેટ્રૉલ-ડિઝલની કિંમતોમાં વધારા બાદ બુધવારે આની કિંમતોમાં પહેલીવાર ઘટાડો આવ્યો છે. દિલ્હીમાં પેટ્રૉલની કિંમતમાં 60 પૈસા અને ડિઝલની કિંમતમાં 56 પૈસા પ્રતિ લીટરનો કાપ કરવામાં આવ્યો છે.