✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યોગીની બેઠક પરથી ઉપેન્દ્ર શુક્લા હશે પેટાચૂંટણીમાં BJP ઉમેદવાર, ફૂલપુરથી કે.એસ.પટેલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Feb 2018 12:42 PM (IST)
યોગીની બેઠક પરથી ઉપેન્દ્ર શુક્લા હશે પેટાચૂંટણીમાં BJP ઉમેદવાર, ફૂલપુરથી કે.એસ.પટેલ
1

ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથના યુપીના સીએમ બનવાથી ગોરખપુર અને કેશવ પ્રસાદ મોર્યને ડેપ્યૂટી સીએમ બનાવવાથી ફૂલપુર લોકસભા બેઠક પર પેટાચૂંટણી થઇ રહી છે. વળી કોંગ્રેસે ડૉક્ટર સુરહિતા કરીમને ગોરખપુર અને મનીષ મિશ્રાને ફૂલપુર લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.

2

ભાજપે ગોરખપુર લોકસભા બેઠક પરથી બ્રાહ્મણ સમાજમાંથી આવતા ઉપેન્દ્ર શુક્લાને ઉમેદવાર બનાવ્યા છે. શુક્લા ગોરખપુર જિલ્લા વિસ્તારના પાર્ટી અધ્યક્ષ છે. ફૂલપુર લોકસભા બેઠક માટે કે.એસ. પટેલને જાહેર કર્યા છે.

3

4

લખનઉઃ ઉત્તરપ્રદેશની ફૂલપુર અને ગોરખપુર લોકસભા બેઠક અને બિહારની અરરિયા સંસદીય બેઠખ પર થઇ રહેલી પેટાચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

5

6

નોંધનીય છે કે, પૂર્વાચલની ગોરખપુર લોકસભા બેઠક પર ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે. યોગી આદિત્યનાથી આ બેઠક પરથી 5 વાર અને તેના પહેલા તેમના ગુરુ મહંત અવૈદયનાથ એકવાર સાંસદ રહી ચૂક્યા છે. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપે હવે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉપેન્દ્ર શુક્લાને ઉમેદવાર જાહેર કર્યા છે.

7

બિહારની એક બેઠક અરરિયા લોકસભા બેઠક માટે પ્રદીપ સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બિહારની ભભૂઆ વિધાનસભા બેઠક પર રિન્કી પાંડેને ઉમેદવાર જાહેર કરાયા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • યોગીની બેઠક પરથી ઉપેન્દ્ર શુક્લા હશે પેટાચૂંટણીમાં BJP ઉમેદવાર, ફૂલપુરથી કે.એસ.પટેલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.