ભાજપના આ મંત્રીએ રસ્તાં પર જ કર્યો પેશાબ, પછી કહ્યું- આ કંઇ મોટી વાત નથી
આ ફોટો એવા સમયે વાયરલ થયો છે જ્યારે જયપુર નગર નિગમ શહેરને સ્વચ્છ ભારત અભિયાનમાં ટૉપ પર લાવવા માટે સખત મહેનત કરી રહ્યું છું. નિયમો અનુસાર જો કોઇ વ્યક્તિ રસ્તાં પર પેશાબ કરતાં પકડાઇ જાય તો તેના પર 200 રૂપિયાનો દંડ લગાવવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવળી, રાજસ્થાન કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અર્ચના શર્માએ કહ્યું કે જ્યારે સ્વચ્છ ભારત અભિયાન પર આટલા પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે ત્યારે આવા નેતાઓનું શરમજનક કૃત્ય પ્રજામાં ખોટો મેસેજ મોકલે છે. તેમને કહ્યું મંત્રી આ પોતાના વિધાનસભા વિસ્તારમાં આવું ક્યારેય નહીં કરે.
અશોક ચૌધરીએ પત્રમાં કહ્યું કે વસુંધરા રાજેની કાર્યપ્રણાલીથી રાજ્યની જનતા ખુશ નથી, તેમને આગામી વિધાનસભા ચૂંટણી પહેલા વસુંધરા રાજે અને રાજ્યના પાર્ટી પ્રમુખ અશોક પરનામીને હટાવવાની માંગ કરી છે.
પત્ર લખવા કારણો વિશે પુછવામાં આવ્યું ત્યારે, ચૌધરીએ કહ્યું- કાર્યકર્તાઓની નારાજગી બાદ મને આઘાત લાગ્યો અને એટલા માટે આવો પત્ર લખવા હું મજબૂત થયો. આ પત્ર રાજસ્થાનમાં ત્રણ બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ લખવામાં આવ્યો. ચૂંટણી પરિણામ ગઇ પહેલી ફેબ્રુઆરીએ આવ્યું હતું.
અશોક ચૌધરીએ કહ્યું, “હાલ ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષની લહેર છે, મે રાજસ્થાન બીજેપી કાર્યકર્તાઓના અવાજમાં આ પત્ર લખ્યો છે. તેમને કહ્યું પ્રત્યેક શબ્દ પાર્ટી કાર્યકર્તાઓની અસહાયતાની વાત કરે છે.
આ મામલો કોટા જિલ્લાના ઓબીસી વિંગના પ્રમુખ અશોક ચૌધરી દ્વારા બે દિવસ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહને લખેલા એક પત્ર બાદ બહાર આવ્યો છે. આ પત્રમાં તેમને મુખ્યમંત્રી વસુંધરા રાજેને હટાવવાની માંગ કરી છે.
આ મામલે મીડિયા જ્યારે તેમની સાથે વાત કરવા તેમની ઓફિસે ગયું, તો મંત્રી કાલીચરણ સરાફે કંઇપણ કહેવાની ના પાડી દીધી, કહ્યું કે આ કોઇ મોટી વાત નથી.
જયપુરઃ અત્યારે ઇન્ટરનેટ પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રસ્તાં પર પેશાબ કરતાં દેખાઇ રહ્યાં છે. જ્યારે મંત્રી કાલીચરણ સરાફને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે, આ કોઇ મોટી વાત નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -