સ્વિસ બેન્કમાં ભારતીયોના કાળા નાણામાં થયો ધરખમ ઘટાડો, સંસદમાં સરકારે કરી સ્પષ્ટતા
નવી દિલ્હી: સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમમાં 50 ટકા કરતા વધારો થવાને લઈને સ્વિસ બેંકે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું બેંકોમાં જમા તમામ રૂપિયા કાળા નાણા નથી. સ્વિસ બેંક BIS તરફથી જાહેર ડેટા મુજબ 2017માં કાળા નાણામાં 34.5 ટકા ઘટાડો થયો છે. મહત્વનું છે કે, હાલમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે, સ્વિસ બેંકોમાં ભારતીયોનું નાણું 50 ટકા વધ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રિય નાણાં મંત્રી પિયૂષ ગોયલે પણ સ્વિસ બેંકોના આ આંકડાનો ઉલ્લેખ રાજ્યસભામાં કર્યો. તેમણે કહ્યું સ્વિસ બેંકોમાં જમા થનારા ભારતીયોના રૂપિયા દુનિયાના અલગ-અલગ ભાગમાંથી જમા થાય છે. તેમાં તમામ રૂપિયા કાળાનાણા નથી હોતા.
બેંકે સ્વિસ એમ્બેસેડર એંડ્રિયાસ બોમની તરફથી નાણા મંત્રી પીયૂષ ગોયલને લખવામાં આવેલા પત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. બેંકે પત્રમાં કહ્યું છે કે મોટાભાગે એમજ માનવામાં આવે છે કે સ્વિસ બેંકોમાં ભારતીયોના જે પૈસા છે તે કાળા નાણા છે.
સૂત્રોનું કહેવું છે કે, સ્વીસ બેંક દ્વારા રિલીઝ કરવામાં આવેલા ડેટાનું મીડિયા દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેમાં નોન-ડિપોઝિટ લાયબલિટીઝ, ભારતમાં સ્વીસ બેંકોના બિઝનેસ તેમજ ઈન્ટર બેંક ટ્રાન્ઝેક્શનની પણ ગણતરી કરી નાખવામાં આવી છે, જેના કારણે આ આંકડો મોટો થઈ ગયો છે. બેંકના મુજબ 2016માં નોન-બેંક લોનનો જે આંકડો 80 કરોડ ડૉલર હતો તે 2017માં ઘટીને 52.4 કરોડ ડૉલર પર આવી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -