✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાની જાસૂસને લઈને થયો મોટો ખુલાસો, જાણો વાતચીત માટે ક્યા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Oct 2016 10:10 AM (IST)
1

નવી દિલ્હીઃ દિલ્હીમાં પીતમમપુરાના એક મોલમાંથી બુધવારે ધરપકડ કરાયેલાં પાકિસ્તાની જાસૂસ માહિતી લીક કરનારા લોકો સાથે કોડવર્ડમાં વાત કરતા હોવાની વાત સામે આવી છે. ઇન્ટેલિજન્ટ્સ એજન્સીએ આરોપીના કોર્ડવર્ડનો અનુવાદ કર્યો અને પછી આરોપીઓની ધરપકડ કરી. જાસૂસોની પિઝા અને બર્ગર ખાવાની વાતને એક કોડવર્ડ સમજીને તેનું અનુવાદ કર્યું ત્યારે કઇ અલગ વાત સામે આવી.

2

જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરતાં તપાસ એજન્સી નવી વાતોનો ખુલાસો કરતી જાય છે. મહમૂદ ભારતીય જાસૂસોને માહિતી માટે બોલાવતો ત્યારે કહેતો કે આજે પિઝા ખાવાના છે અથવા બર્ગર ખાવાનું છે. પરંતુ મુલાકાત કોફી, પિઝા કરતાં વધારે હોય છે. આરોપી જાસૂસને માહિતી માટે કોઇ હોટલ અથવા રેસ્ટોરન્ટમાં બોલાવતો હતો. સંવેદનશીલ માહિતીના દસ્તાવેજો મેળવ્યા પછી તેને પૈસાની લેવડ-દેવડ કરતો. આઇએસઆઇના એજન્ટ મહમૂદ અખ્તર અને તેમના ભારતીય મદદનીશ સોએબ બંનેની પૂછપરછમાં ખુલાસો કરાયો છે કે સરકારી કોમ્પ્યુટર્સ માંથી જાણકારી ચોરવા એક ખાસ પ્રકારની પેન ડ્રાઇવનો ઉપયોગ કરતા હતા. ડેટા ચોરી કર્યા પછી જે ફાઇલોમાં કન્વર્ટ કરીને સ્ટોર કરે છે અથવા એક બીજાને આપે છે.

3

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર રવીન્દ્ર યાદવે કહ્યું કે આરોપી સોએબ અને તેના સાથીદારે કેટલાક લોકોને પાકિસ્તાનની ટૂર પર પણ મોકલ્યા હતા. તે લોકોને ટૂરના ખર્ચ સિવાય બીજા એક લાખ રૂપિયા પણ આપ્યા હતા. સોએબે પાકિસ્તાન જતા લોકોની એક યાદી બનાવી હતી. જે ભારત સરકારના વિશેષ વિભાગમાં હોય અથવા તેમના સંબંધીઓ હોય. સોએબ તે લોકોને ઘરે મળવા જતો હતો. જેથી મિત્રતા કરીને માહિતી એકઠી કરી શકે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પાકિસ્તાની જાસૂસને લઈને થયો મોટો ખુલાસો, જાણો વાતચીત માટે ક્યા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.