કર્ણાટકઃ કોગ્રેસને સુપ્રીમ કોર્ટનો ઝટકો, કહ્યું - પ્રોટેમ સ્પીકરને નોટિસ આપતા આજે નહી થાય બહુમત પરિક્ષણ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ મામલે પ્રોટેમ સ્પીકરને નોટિસ આપવામાં આવશે તો આજે બહુમત પરિક્ષણ થઇ શકશે નહીં. તે સિવાય સુપ્રીમ કોર્ટે ગૃહની કાર્યવાહી લાઇવ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
બેંગ્લુરુઃ કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ભાજપ, કોગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો વિધાનસભા પહોંચી ગયા છે. પ્રોટેમ સ્પીકર તમામ ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. પ્રોટેમ સ્પીકરની નિમણૂકના વિરોધમાં કોગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોગ્રેસને આ મામલે સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રોટેમ સ્પીકર બીજેપીનો જ રહેશે. તેમની નિમણૂક પર કોઇ પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં.
કર્ણાટકના મુખ્યમંત્રી યેદૂરપ્પાએ વિધાનસભાના સદસ્યના શપથ લીધા હતા. જજે કૉંગ્રેસના વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે તમે શુ ઈચ્છો છો કે પ્રોટેમ સ્પીકરની નિયુક્તી રદ્દ કરવામાં આવે. વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું પ્રોટેમ સ્પીકરનો પક્ષ સાંભળ્યા વગર તેમને પદ પરથી દૂર ન કરી શકાય. અમારે યેદૂરપ્પાને પણ સાંભળવા પડશે.