2019માં નરેન્દ્ર મોદી ફરી બનશે વડાપ્રધાન! સર્વેમાં ત્રીજું નામ જાણીને ચોંકી જશો
આ સર્વે 14 ઓગસ્ટ સુધી ચાલશે અને 15 ઓગસ્ટે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. નેશનલ એજન્ડા ફોરમના જણાવ્યા પ્રમાણે, આ સર્વેમાં જે નેતાને સૌથી વધુ મત મળશે તેમને તેની ટીમ જઈને મળશે અને તેમને આ મુદ્દા વિશે જણાવશે જેને સર્વેમાં લોકોએ મહત્વ આપ્યું છે. તેમની પાર્ટીને આગ્રહ કરવામાં આવશે કે, તે આ મુદ્દાને પોતાની ચૂંટણી ઘોષણા પત્રમાં સામેલ કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસર્વેમાં વધુ પડતાં લોકોએ છાત્રોની સમસ્યાને મુખ્ય મુદ્દો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે, છાત્રોને આગળ વધવા માટે તમામ તક મળવી જોઈએ. આ સાથે દેશમાં એવો માહોલ બનાવવામાં આવે કે, વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન કરી શકે. ત્યારબાદ મહિલાઓની સુરક્ષા, કિસાનોની સમસ્યા અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાને લોકોએ મહત્વ આપ્યું છે.
વેબસાઇટ પર સૌથી લોકપ્રિય નેતા માટે મત આપતા પહેલા એજન્ડા પોઈન્ટ નક્કી કરવો જરૂરી છે. તેમાં દેશના 18 મહત્વના મુદ્દા આપવામાં આવ્યા છે, જેમાંથી એક યૂઝર સૌથી વધુ 10 મુદ્દાને પસંદ કરી શકે છે. આ મુદ્દામાં રાષ્ટ્રીય ભાષા, મજૂરોના મુદ્દા, સ્વાસ્થ્ય, કિસાનોની સમસ્યા, આદિવાસિઓની સમસ્યા, શિક્ષા, સાંપ્રદાયિક એકતા, આર્થિક સમાનતા અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓ સામેલ છે.
આ વેબસાઇટ પર અત્યાર સુધી જેટલા લોકોએ પોતાનું મંતવ્ય આપ્યું હતું તે અનુસાર લોકોનો વિશ્વાસ જીતવાના મામલામાં નરેન્દ્ર મોદી સૌથી આગળ ચાલી છે. કુલ 36.2 ટકા લોકોનું કહેવું છે કે પીએમ મોદી સૌથી વિશ્વાસપાત્ર નેતા છે. આ સર્વેમાં રાહુલ ગાંધી બીજા નંબર પર ચાલી રહ્યાં છે. તેમને કુલ 21.4 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. કુલ 9.7 ટકા મતની સાથે કેજરીવાલ ત્રીજા સ્થાને છે. મમતા બેનર્જી અને નીતિશ કુમાર ચોથા અને પાંચમાં સ્થાન પર છે.
પ્રશાંત કિશોરે પોતાની વેબસાઇટ પર આ સવાલની સાથે માનવામાં આવી રહ્યું છે કે, તેમણે લોકસભા ચૂંટણી માટે પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. લોકો નેશનલ એજન્ડા ફોરમ પર લોગ-ઈન કરીને પોતાના મનપસંદ નેતાનું નામ જણાવવાની સાથે તમે તે પણ જણાવી શકો કે, ક્યાં મદ્દા છે જે મહત્વ રાખી શકે છે. સૌથી લોકપ્રિય નેતા માટે કેટલાંક નામ વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે. આ સાથે રીડર્સની પાસે વિકલ્પ પણ છે કે, તેઓ એક નામને જોડી શકે છે.
પ્રશાંત કિશોરની વેબસાઈટ નેશનલ એજન્ડા ફોરમ પર લોકોને સવાલ કરવામાં આવી રહ્યો છે કે, તે પોતાના નેતાના રૂપમાં કોને પસંદ કરી રહ્યાં છે. આ સર્વેમાં વડાપ્રધાન મોદી આગળ ચાલી રહ્યાં છે. એટલે કે અત્યાર સુધીના સર્વેમાં વધુ પડતા લોકો ઈચ્છે છે કે 2019માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે.
નવી દિલ્હીઃ હાલની રાજકીય પરિસ્થિતિ જોતા એવું લાગી રહી છે તમામ પક્ષોએ લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ દીધી હોય એમ લાગી રહ્યું છે. ત્યારે ચૂંટણીના ‘ચાણક્ય’ કહેવાતા પ્રશાંત કિશોર આગામી લોકસભાની ચૂંટણીમાં કોના પક્ષમાં હશે તેને લઈને વિચારવામાં આવી રહ્યું છે. પરંતુ આ વચ્ચે પ્રશાંત કિશોરે પોતાની વેબસાઈટના માધ્યમથી જનતાનો મૂડ જાણી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -