ડોનાલ્ડ ટ્રમ્પે PM નરેન્દ્ર મોદીને કર્યો ફોન, જાણો આ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે શું થઈ વાતચીત
જોકે હજુ હાલમાં જ ટ્રમ્પે નરેન્દ્ર મોદી પર અફઘાનિસ્તાન મુદ્દે વ્યંગ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં ભારતના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તે અંગે ટ્રમ્પે કહ્યું હતું કે અફઘાનિસ્તાન કોઇ એક દેશની જવાબદારી નથી તેમાં કેટલાંય દેશોને સાથે મળીને ચાલવું પડશે. ટ્રમ્પે અમેરિકી ખર્ચ અંગે પણ ઈશારામાં ભારત પર નિશાન સાધ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે નવી ટુ બાય ટુ મંત્રણા વ્યવસ્થા અને ભારત, અમેરિકા તથા જાપાનની વચ્ચે પહેલાં ત્રિપક્ષીય શિખર સંમેલનની પણ પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ ક્ષેત્રીય તથા વૈશ્વિક બાબતો પર સમન્વય ઉપરાંત રક્ષા, આતંકવાદ નિરોધક પગલાં અને ઊર્જાના ક્ષેત્રમાં વધતા દ્વિપક્ષીય સહયોગના પણ વખાણ કર્યાં હતા. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પે સોમવારે થયેલી વાતચીતમાં 2019માં ભારત-અમેરિકી સબંધોને વધુ મજબૂત બનાવવા તથા મળીને કામ કરવાની સહમતી દેખાડી હતી.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સાંજે નવા વર્ષ નિમિત્તે ટેલિફોન પર વાતચીત કરી હતી અને ગયા વર્ષે બંને દેશોની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે તેમણે વાતચીત દરમિયાન એક બીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને વર્ષ 2018માં ભારત અને અમેરિકાની વચ્ચે રણનીતિક ભાગીદારી સતત વધતી ગઈ એ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -