ફોટો સેશન દરમિયાન મમતાએ પીએમ મોદી સાથે ફોટો ખેંચાવવા ગવર્નરને ધક્કો મારીને હટાવ્યા, જુઓ તસવીરો
વળી, બીજી ઘટના શાંતિ નિકેતનમાં ઘટી, અહીં પીએમ નરેન્દ્ર મોદી, રાજ્યપાલન કેસરીનાથ ત્રિપાઠી અને સીએણ મમતા બેનર્જી ફોટો સેશનમાં પહોંચ્યા. આ દરમિયાન ગવર્નર કેસરીનાથ ત્રિપાઠી વારંવાર પીએમ મોદીની આગળ જઇ રહ્યાં હતા. ત્યારે સીએમ મમતા બેનર્જીએ લગભગ ધક્કો મારતા પીએમ મોદીની આગળથી ગવર્નરને હટાવી દીધા, જોકે સીએમ મમતા બેનર્જીના હાવભાવથી એવું લાગ્યું કે તેમને મજાકીયા અંદાજમાં આમ કર્યું હતું. તેમના ચહેરા પર હાસ્ય સ્પષ્ટ દેખાતું હતું.
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અહીં રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ તેમનું સ્વાગત કર્યું, ત્યારબાદ મોદી શાંતિનિકેતન માટે હેલિકૉપ્ટર દ્વારા નીકળી ગયા હતા.
શાંતિ નિકેતનમાં પીએમ મોદીનું સ્વાગત કરવા સીએમ મમતા બેનર્જી પણ પહોંચી હતી. અહીં હેલિપેડ પર અજીબોગરીબ ઘટના બની. બન્યુ એવું કે મમતા બેનર્જી પીએમ મોદીનું સ્વાગત કરવા વિમાન સુધી ઝડપથી આવી રહી હતી. જોકે, મોદી વિમાનમાંથી ઉતરીને થોડેક દુર સુધી ચાલ્યા ગયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ જોયુ કે હેલીપેડની પાસેજ કિચર પડેલો છે.
પીએમ મોદીએ ઝડપથી આગળ વધીને હાથના ઇશારાથી મમતા બેનર્જીને થોભવાનો ઇશારો કર્યો, જોકે, મમતા બેનર્જી ઉભા રહ્યાં નહીં પણ તેમને કીચડ જોઇને પોતાનો રસ્તો બદલી દીધો.
નરેન્દ્ર મોદી અને શેખ હસીનાની વચ્ચે 37 દિવસમાં બીજી મુલાકાત છે. આ પહેલા બન્ને નેતાઓની વચ્ચે 18 એપ્રિલે કૉમનવેલ્થ સમિટ દરમિયાન લંડનમાં દ્વિપક્ષીય વાતચીત થઇ હતી.
શાંતિ નિકેતનમાં પીએમ મોદીની સાથે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ પહોંચ્યા છે. આ પ્રસંગે શાંતિ નિકેતનમાં બાંગ્લાદેશ ભવનનું પણ ઉદઘાટન થયું. આ ભારત-બાંગ્લાદેશના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિક છે, જેને 25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.