દિલ્હીના રામલીલા મેદાનમાં PM મોદીએ કર્યું રાવણનું દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યા ઉપસ્થિત
રામનાથ કોવિંદે સંબોધન કરતા કહ્યું કે, તહેવાર આપણને ઇમાનદાર જિંદગી જીવવાની પ્રેરણા આપે છે. સાથે તેઓએ વિજયા દશમી પર દેશના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું આ તહેવાર જીવનમાં સારી વસ્તુ અપનાવવા માટે પ્રેરિત કરે છે. આપણે આ પાવન પર્વ પર લોભ, હિંસા જેવા દુષણોને રાવણના પુતળા સાથે દહન કરવો જોઈએ. પર્યાવરણ અને સમાજ માટે પોતાની જવાબદારીઓને સમજો.
આ ઉપરાંત દશેરાની ઉજવણી કરવા માટે કોંગ્રેસ પાર્ટીથી સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી સહિત કેટલાક નેતા દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા.
નવી દિલ્હી: દેશભરમાં શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવી. આ અવસરે વડાપ્રધાન મોદી અને રામનાથ કોવિંદ દિલ્હીના રામલીલા મેદાનમાં પર પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ રામ-લક્ષ્મણના દર્શન કર્યા બાદ રાવણ પર પ્રતીકાત્મક તીર છોડીને પુતળાનું દહન કર્યું હતું. સમારોહમાં પર્યાવરણ મંત્રી હર્ષવર્ધન અને દિલ્હી ભાજપા પ્રમુખ મનોજ તિવારી પણ હાજર રહ્યા હતા.