PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું - કર્ણાટક ચૂંટણી પરિણામ બાદ INC માત્ર PPP રહી જશે
બેંગલુરૂ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે મોદીએ આજે કર્ણાટકમાં ચૂંટણી સભા સંબોધન કરતી વખતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપી ચૂકેલા વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે, રાજ્યના ચૂંટણી પરિણામ બાદ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)માંથી પુડ્ડુચેરી, પંજાબ અને પરિવાર (PPP) કોંગ્રેસ બની જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદીએ કહ્યું કે, તમને ક્યારેય વિચાર આવ્યો છે કે કોંગ્રેસને ટિકિટની વહેંચણીમાં આટલો સમય કેમ લાગે છે? એટલા માટે, કારણકે તેમને ત્યાં ટિકિટ માટે ટેન્ડર સિસ્ટમ છે. ત્યાં સીએમ બનવા માટે પણ ટેન્ડર સિસ્ટમ છે. જે કોઇ દિલ્હીમાં સૌથી વધુ નાણા મોકલે છે તેને કોંગ્રેસમાં સીએમ પદ મળે છે.
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસનો કારમો પરાજય થશે. હાલ કોંગ્રેસ કર્ણાટક, પંજાબ અને પુડ્ડુચેરીમાં સત્તારૂઢ છે. કર્ણાટક ચૂંટણી માટે 12 મેના રોજ વોટિંગ થશે અને 15મેના રોજ મત ગણતરી થશે.
ગડગમાં રેલીને સંબોધન કરતાં મોદીએ કહ્યું, અહીંયા કુદરતી સ્ત્રોતોમાં થઇ રહેલા ઘટાડાની કોંગ્રેસને કોઇ પરવા નથી. જ્યાં સુધી તેમના નેતાઓના ખિસ્સા ભરેલા છે, ત્યાં સુધી તેઓ ખુશ છે. તેઓ કર્ણાટકના જંગલોમાં પણ ભ્રષ્ટાચારની તકો જોવે છે. ભ્રષ્ટાચાર એ કોંગ્રેસના અસ્તિત્વની ચાવી છે.
આ પહેલા ટુમકુરૂની રેલીમાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસ દરેક ચૂંટણીમાં ગરીબ-ગરીબ કરતી રહે છે. કોંગ્રેસ ફક્ત આ જ માળા જપીને દર વખતે ચૂંટણી જીતવાની કોશિશ કરે છે. ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે ગરીબોને મૂર્ખ જ બનાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -