✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કર્ણાટકમાં રાજકીય લડાઇની વચ્ચે પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને કહ્યું- 'હેપ્પી બર્થડે'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 May 2018 01:04 PM (IST)
1

2

ઉલ્લેખનીય છે કે, બીજેપી પાસે 104 બેઠકો છે ને બહુમતી માટે 112 બેઠકો હોવી જોઇએ. જેથી બીજેપીને હજુ પણ 8 બેઠકોની જરૂર છે. રાજ્યમાં બીજા નંબર પર કોંગ્રેસ છે જેની પાસે 78 અને ત્રીજા નંબર પર જેડીએસને 37 બેઠકો મળી છે.

3

ધ્યાન રહે કે કર્ણાટકમાં મહિના સુધી ચાલેલી ચૂંટણીની લડાઇમાં વડાપ્રધાન મોદીએ અનેક જગ્યાએ પૂર્વ વડાપ્રધાનની પ્રસંશા કરી હતી અને કેટલીક વાર નિંદા પણ કરી હતી. હવે ચૂંટણી પુરી થઇ ચૂકી છે અને રાજ્યમાં કોઇ પણ પક્ષને પૂર્ણ બહુમતી નથી મળી. રાજ્યપાલે સૌથી મોટા પક્ષને આમંત્રણ આપ્યુ અને યેદુરપ્પા મુખ્યમંત્રી બની ગયા છે. હવે સુપ્રીમ કોર્ટે વધુ એક પડકાર બીજેપી પર ફેંક્યો, કહ્યું કે આવતી કાલે 4 વાગે બહુમતી પ્રાપ્ત કરો.

4

પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું, ''પૂર્વ વડાપ્રધાન શ્રી એચડી દેવગૌડાજી સાથે વાત કરી અને તેમને જન્મદિવસની શુભકામના પાઠવી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમરની પ્રાર્થના કરું છું.'' દેવગૌડા આજે 84મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે.

5

નવી દિલ્હીઃ કર્ણાટકમાં સત્તા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને જનતા દળ સેક્યૂલર (જેડીએસ)ની વચ્ચે રાજકીય લડાઇ ચરમ પર છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના સંસ્થાપક એચડી દેવગૌડને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કર્ણાટકમાં રાજકીય લડાઇની વચ્ચે પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને કહ્યું- 'હેપ્પી બર્થડે'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.